મેલબર્ન,તા.૧૭
ઓસ્ટ્રેલિયામાં શનિવારે સામાન્ય ચૂંટણી છે. જ્યાં વિશ્વના લોકતંત્રોમાં વોટિંગ પ્રક્રિયા જનતાની ભાગીદારી પર નિર્ભર છે. વળી, ઓસ્ટ્રેલિયા સહિત કુલ ૨૩ દેશોમાં ફરજિયાત વોટિંગની જાગવાઇ છે. એટલે કે, આ દેશોમાં નાગરિકો માટે વોટિંગ કરવું જરૂરી છે નહીં તો જે-તે વ્યકિતને દંડ પણ ફટકારવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં ૧૯૨૪માં પહેલીવાર ફરજિયાત મતદાનના નિયમો બનાવવામાં આવ્યા હાત. ત્યારબાદ કોઇ પણ દેશનું વોટર ટર્નઆઉટ ૯૧ ટકાથી નીચે નથી આવ્યું. રિસર્ચ અનુસાર, આ જોગવાઇ બાદ લોકોએ પણ દેશની રાજનીતિમાં ભાગ લેવાનું શરૂ કર્યુ છે.
ઓસ્ટ્રેલિયામાં વોટિંગ માટે રજિસ્ટ્રેશન અને વોટિંગ કરવું બંને જ કાયદાકીય કર્તવ્યોમાં સામેલ છે. જેનો અર્થ એ થાય છે કે, ૧૮ વર્ષથી ઉપરના કોઇ પણ વ્યકિત માટે વોટ કરવું જરૂરી છે. વોટિંગ ના કર્યુ તો સરકાર મતદાર પાસે જવાબ માગી શકે છે. સંતોષકારક જવાબ અથવા કારણ નહીં મળવાથી જે તે વ્યકિતને ૨૦ ઓસ્ટ્રેલિયન ડોલર (૧,૦૦૦ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત તેને કોર્ટના ધક્કા પણ ખાવા પડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




