કાઠમંડુ,તા.૧૭
વ્હીલચેરગ્રસ્ત (દિવ્યાંગ) ક્રિકેટરો માટે નેપાળમાં રમાતી પ્રથમ વ્હીલચેર ક્રિકેટ એશિયા કપ સ્પર્ધામાં ભારતે પાકિસ્તાનને ૧૭-રનથી પરાજય આપ્યો હતો.
આ સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની ટીમોએ ભાગ લીધો છે. આ મેચમાં સુરતનિવાસી બેટ્સમેન પરશુરામ દેસલે સેન્ચુરી ફટકારી હતી. એમની સદીના જારે જ ભારત પાકિસ્તાન પર વિજયી થઈ શક્્યું.
આ મેચ બાદ મહિલા દિવ્યાંગ ક્રિકેટરોની પણ મેચ રમાઈ હતી અને એમાં પણ ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.
સ્ટેડિયમમાં જય હો, ભારત વિજય હો નારા લાગ્યા હતા. આ સ્પર્ધા ૧૮ મે સુધી ચાલશે. વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન સંસ્થા વિશ્વસ્તરની ડિસેબલ્ડ સ્પો‹ટગ સોસાયટી સંસ્થા સાથે સંલગ્ન છે. એના છત્ર હેઠળ ૧૬ ટીમો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



