સુરત,તા.૨૧
શહેરની જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂઘની ખરીદીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સુરતમાં આવેલી સુમુલ ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ડેરીએ ગાયના દૂધમાં એક કિલો ફેટના ભાવમાં ૩૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
ડેરીએ ગાયના ૩.૫થી ૫ જેટલા ફેટનો ભાવ ૬૧૦થી ઘટાડીને ૫૮૦ કર્યો છે. જ્યારે ભેંસના દૂધમાં એક કિલો ફેટના ભાવમાં ૨૫ રૂપિયાનો ઘટાડો કરાયો છે. ભેંસના ૯ ફેટના દૂધનો ભાવ ૬૫૦થી ઘટાડીને ૬૨૫ રૂપિયા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુમુલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી દૂધની ખરીદીમાં ઘટાડો કરવામાં આવતા પશુપાલકો નારાજગી જાવા મળ્યા છે. જા કે, સુમુલ ડેરીએ આ ઘટાડો રાજ્યની મોટાભાગની ડેરીએ ઘટાડો કર્યો હોવાની વાત સુમુલના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.
આ સાથે જ આગામી દિવસોમાં દૂધની કિંમતમાં પણ જા ઘટાડો કરવામાં આવે તો જ આ ઘટાડો સાર્થક થશે નહીંતર તમામ માર પશુપાલકોએ જ ભોગવવો પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




