મોનિકા માય ડાર્લિંગ ટાઇટલ હાલ અપાયું છે
મુંબઈ,તા.૧૪
ફિલ્મ સર્જક શ્રી રામ રાઘવનની ૨૦૦૭ની હિટ ફિલ્મ જ્હાની ગદ્દારની સિક્વલ બનાવવાની તૈયારી હાલ ચાલી રહી હોવાની જાણકારી મળી હતી.
‘જા કે અમે ટાઇટલ બદલી નાખવાના છીએ કારણ કે જ્હાની ગદ્દાર ટાઇટલના રાઇટ્સ અમારી પાસે નથી. એટલે એ ટાઇટલ રાખીએ તો કોપીરાઇટ ભંગનો કેસ થઇ શકે’ એમ બસુના પ્રવક્તાએ કહ્યું હતું. અત્યાર અગાઉ અનુરાગ બસુએ પણ લાઇફ ઇન અ મેટ્રો ટાઇટલ જતું કરીને પોતાની હિટ ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલ જુદા નામે બનાવવાની યોજના ઘડી હતી.
હાલ આ ફિલ્મનું ટાઇટલ મોનિકા માય ડા‹લગ રાખવામાં આવ્યું છે. આ માહિતી આપનારા સૂત્રે વધુમાં કહ્યું કે પિન્ક ફિલ્મમાં સહનિર્માતા રહેલા શીલ કુમાર આ ફિલ્મમાં પણ સહનિર્માતા હશે. બાકી આ ફિલ્મ શ્રીરામ રાઘવનની છે.
જા કે શ્રી રામ રાઘવન આ ફિલ્મનું ડાયરેક્શન કરવાના નથી. એ ફક્ત નિર્માતાની જવાબદારી સંભાળશે. અત્રે એ યાદ રહે કે જ્હાની ગદ્દાર નીલ નીતિન મૂકેશની ડેબ્યુ ફિલ્મ હતી જેને ઠીક ઠીક કહેવાય એવી સફળતા મળી હતી. એ ફિલ્મમાં રીમી સેન પણ ચમકી હતી અને ધર્મેન્દ્ર એના હીરો હતા.
મોનિકા માય ડાલિર્ગં શબ્દો ૧૯૭૧ની હિટ ફિલ્મ કારવાંના એેક ગીત પિયા તૂ અબ તો આજાનો હિસ્સો હતા. એનું સંગીત આર ડી બર્મન પંચમનું હતું. મોનિકા માય ડાર્લિંગ ફિલ્મ માટે આ ગીતના રાઇટ્સ મેળવવાના પ્રયાસો ચાલુ છે એમ પણ આ પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




