મુંબઈ,તા.૧૭
સતત અશાંત રહેતા જમ્મુ કશ્મીરના બે ટીનેજર્સની લવ સ્ટોરીને રજૂ કરતી ફિલ્મ નો ફાધર્સ ઇન કશ્મીરને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે આપેલા એ સર્ટિફિકેટ સામે ફિલ્મ સર્જક અશ્વિન કુમાર નારાજ થયા હોવાની માહિતી મળી હતી.
અશ્વિન કુમારે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ ફિલ્મમાં નથી હિંસા, નથી રેપ, નથી નગ્નતા, નથી ડ્રગની વાત, નથી વાંધાજનક દ્રશ્યો કે ભાષા, માત્ર કશ્મીરના બેકગ્રાઉન્ડમાં કહેવાયેલી એક લવ સ્ટોરી છે. તો પછી એને એ સર્ટિફિકેટ આપવાનું શું કારણ છે ?
તેમણે કહ્યું હતું કે સેન્સર બોર્ડ મનસ્વીપણે નિર્ણય લે છે. હું તમને પુરાવો આપું. કશ્મીરમાં હાલ ગૂમરાહ થયેલા ટીનેજર્સ પોલીસ અને લશ્કર પર પથ્થરમારો કરે છે એ જગજાહેર હકીકત છે. ફિલ્મ સર્જક પંકજ ભૂતાલિયાએ એ વિષય પર ફિલ્મ બનાવી હતી. સેન્સર બોર્ડે એને એ સર્ટિફિકેટ આપતાં પંકજે દિલ્હી હાઇકોર્ટમાં ધા નાખી. દિલ્હી હાઇકોર્ટે સેન્સર બોર્ડનો નિર્ણય રદબાતલ ઠરાવીને ફિલ્મને યુ સર્ટિફિકેટ અપાવ્યું. સેન્સર બોર્ડ મનસ્વીપણે વર્તે છે એનો આ લેટેસ્ટ દાખલો છે. મારી ફિલ્મ તો એક લવ સ્ટોરી છે. એને એ સર્ટિફિકેટ શા માટે આપવું પડે એ મને સમજાતું નથી એમ અશ્વિન કુમારે કહ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



