પટના,તા.૨૬
મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા ૫ એપ્રિલ, ૨૦૧૬ના બિહારમાં દારૂબંધીની જાહેરાત બાદ ૪૦૦થી વધારે પોલીસ કર્મચારીઓ દારૂની તસ્કરીની સાઠ-ગાંઠના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિહાર પોલીસની આર્થિક અપરાધ શાખાએ સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓની પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા કેએસ દ્રિવેદીએ કહ્યું, સરકાર હવે આ પ્રકારના મામલાઓમાં કડક થઈ કામ કરશે એટલે દારૂબંધીનો કડક અમલ કરી શકાય.
સરકારી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં એક લાખ કરતા વધારે લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે પરંતુ માત્ર ૧૪૧ લોકો જ છે જેમને સજા થઈ છે. બે વર્ષ પહેલા નીતીશ કુમારે બિહારમાં દારૂબંધી કરી હતી. જ્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ દારૂની તસ્કરીના મામલા સામે આવ્યા જેમાં પોલીસની મિલિભગત હોવાની વાત પણ સામે આવી હતી.
દારૂબંધીના નિર્ણય બાદ બિહાર પોલીસે અત્યાર સુધીમાં ૪ લાખ કરતા વધારે ઠેકાણાઓ પર છાપેમારી કરી છે જ્યારે એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે ૧૬ લાખ લીટર કરતા વધારે દારૂ જપ્ત કર્યો છે. આ સાથે જ ૯ લાખ લીટર દેશી દારૂ પણ અલગ-અલગ ઠેકાણાઓ પરથી પકડી પાડ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




