સીઆરપીએફનો દાવો નવ માસમાં ૧૩૦ નક્સલીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા,૧૧૫૦એ સરેન્ડર કર્યું

0
182

ન્યુ દિલ્હી,તા.૧૬
સુરક્ષાદળોને નક્સલીઓ વિરુદ્ધના અભિયાનમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગત નવ માસમાં લગભગ ૧૩૦ નક્સલીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે અને ૧૧૫૦ નક્સલીઓ સરન્ડર કરી ચુક્્યા છે. છત્તીસગઢ અને ઝારખંડમાં નક્સલીઓના ગઢ ગણાતા વિસ્તારોમાં પહોંચ વધારવામાં મળેલી સફળતા બાદ સુરક્ષાદળોનો જાશ ખાસો બુલંદ છે. સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે નક્સલીઓને નવી ભરતીઓમાં મુશ્કેલીઓ આવી રહી છે. તેના કારણે કેડરોમાં નિરાશા છે.
સીઆરપીએફનો દાવો છે કે ગત ચાર વર્ષોમાં નક્સલ હિંસામાં સતત ઘટાડો થયો છે અને નક્સલીઓના સુરક્ષાદળોના હાથે ખાત્માના તથા તેમના આત્મસમર્પણના આંકડામાં વધારો થયો છે. નક્સલી હિંસામાં ૩૦થી ૪૦ ટકા સુધીના ઘટાડાનો દાવો કરતા અધિકારીનું કહેવું છે કે ગત છ વર્ષોમાં સૌથી ઓછી નક્સલી હિંસા જાવા મળી છે. નક્સલીઓના ઠાર થવાનો ગ્રાફ ઘણો ઉંચો છે. ૨૦૧૭માં ૧૮૮૮ જેટલા નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૮માં અત્યાર સુધીમાં ૧૨૦૦ નક્સલીઓની ધરપકડ થઈ ચુકી છે. ૨૦૧૭માં ૬૮૫ જેટલા નક્સલીઓએ સરન્ડર કર્યું હતું.
નક્સલીઓ સાથેની અથડામણમાં મોટા પ્રમાણમાં ડેટોનેટર અને અન્ય વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે. લગભગ અઢીસો આઈઈડીને પણ વિસ્ફોટથી પહેલા નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. સુરક્ષાદળો સાથે જાડાયેલા સૂત્રોનો દાવો છે કે નક્સલીઓને પોતાનો જીવ બચાવવા માટે નવા ઠેકાણાઓની શોધખોળમાં આમતેમ ભાગવું પડયું છે. સ્થાનિક ઈન્ટેલિજ્નસ ઈનપુટ્‌ની મદદથી નક્સલીઓ વિરુદ્ધના અભિયાનમાં સફળતાનું પ્રમાણ વધ્યું છે. સ્થાનિક સ્તરે ભરતીઓની પણ સકારાત્મક અસર થઈ છે. નક્સલીઓના કોડ વર્ડ અને તેમની સ્થાનિક ભાષામાં યોજનાઓને પકડીને કાઉન્ટર વ્યૂહરચનામાં સુરક્ષાદળોને સફળતા મળી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY