મોડલ પુત્રએ માતાની ઢોર માર મારી હત્યા કરતા ખળભળાટ

0
8

મુંબઈ,તા.૬
મુંબઇના પોર્શ વિસ્તારમાં લોખંડવાલામાં એક પુત્રએ પોતાની ફેશન ડિઝાઇનર માતાની કથિચ રીતે હત્યા કરી દીધી છે. પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૦૪ એ હેઠળ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
હકીકતમાં સુનીતા સિંહે તેના પુત્ર સાથે લોખંડવાલા વિસ્તારમાં ક્રોસ ગેટ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેમની સાથે લક્ષ્યની ગર્લફ્રેન્ડ તેમની સાથે રહે છે. સુનીતા પોતે એક ફેશન ડિઝાઇનર છે, જ્યારે લક્ષ્ય એક મોડલ છે. તેમના ઘરમાં નાણાંને લઇને અનેક વાર ઝઘડા થતા હતા.
માતા-પુત્ર બન્ને કથિત રીતે ડ્રગ્સનું સેનવ કરતા હતા. બુધવારે રાત્રે ડ્રગ્સ લીધા બાદ માતા અને પુત્ર વચ્ચે નાણાને લઇને વાકયુદ્ધ થયું હતું. લક્ષ્યએ ગુસ્સામાં માતાને ઢોર માર માર્યો હતો અને બાદમાં બાથરૂમમાં બંધ કરી દીધી હતી. સવારે જ્યારે બાથરૂમનો દરવાજા ખોલ્યો તો તેની માતા મૃત હાલતમાં મળી આવી હતી.
માતાનું મૃતદેહ જાઇને લક્ષ્ય ગભરાઇ ગયો હતો અને તેણે એમ્બુલન્સને બોલાવી હતી જાકે તેમણે મૃતદેહ લઇ જવાનો ઇનકાર કર્યો હતો. તેથી તેણે પોલીસને બોલાવીને જણાવ્યું હતું કે, તેની માતાનું મોત કુદરતી રીતે થયું છે.જાકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, માતાની હત્યા કરાઇ છે. બાદમાં લક્ષ્યએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY