સોલ પીસ પ્રાઈઝ સવા સો કરોડ લોકોના પ્રતિનિધિના રૂપમાં ભલે મને આપવામાં આવ્યો હોય પણ મારૂ યોગદાન એક માળાના દોરા જેટલું જ છે જે મણકાઓને પરોવે છે અને એકત્ર કરીને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે
ટોક્યો,તા.૨૯
ભારત-જાપાન વચ્ચે ૧૩માં વર્ષિક સમ્મેલનમાં ભાગ લેવા ટોક્યો આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને સંબોધ્યા હતાં. તેમણે પ્રવાસી ભારતીયોને આહ્વાન કર્યું હતું કે, દિવાળીની માફક દુનિયાભરમાં પોતાનો પ્રકાશ પાથરી દેશનું નામ રોશન કરો. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, ભારત વ્યાપક પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે અને આજે આપણા દેશમાં ૧ જીબી ઈંટરનેટ કોલ્ડ ડ્રિંક્સની એક નાની બોટલ કરતા પર સસ્તુ થઈ ગયું છે.
વડાપ્રધાને જાપાનમાં રહેતા પ્રવાસી ભારતીયોને સંબોધતા કહ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચે સંબંધોના મૂળિયા ધર્મથી લઈને પ્રવૃત્તિ સુધી વિસ્તરાયેલા છે. હિંદૂ હોય કે બૌધ, તેઓ આપણી સહભાગી વારસો છે. અમારી અધ્યાયથી લઈને અક્ષરમાં આ વારસાની ઝલક જાવા મળે છે. ભારત અને જાપાનના સંબંધોના તાણાવાણામાં આવા ભૂતકાળના આવા મજબુત બંધંનો છે. ભારત અને જાપાનના ઈતિહાસને જ્યાં બુદ્ધ અને બોઝ સાથે જાડે છે, તો વર્તમાનમાં તમારા જેવા નવા ભારતીય દૂતો તેને મજબુત કરી રહ્યાં છે.
પ્રવાસી ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, તમે એ પુલ છો જે ભારત અને જાપાનને, બંને દેશોના લોકોને, સંસ્કૃતિ અને આકાંક્ષાઓને જાડે છે. જાપાનમાં ૩૦ હજારથી પણ વધારે ભારતીય સમુદાય આપણી સંસ્કૃતિના પ્રતિનિધિના રૂપમાં કામ કરી રહ્યાં છે. જાપાનમાં વસતા ભારતીયોએ જાપાની મિત્રો સાથે મળીને હંમેશા દેશ માટે મોટું યોગદાન આપ્યું છે. સ્વામી વિવેકાનંદને, નેતાજી સુભાષ ચંદ્ર મોઝને, ભારતની આઝાદીના આંદોલનમાં જે સહયોગ જાપાનનો મળ્યો છે, તે કરોડો ભારતયોના દિલમાં હંમેશા માટે જીવિત રહેશે.
સોલ પીસ પ્રાઈઝ સવા સો કરોડ લોકોના પ્રતિનિધિના રૂપમાં ભલે મને આપવામાં આવ્યો હોય પણ મારૂ યોગદાન એક માળાના દોરા જેટલું જ છે જે મણકાઓને પરોવે છે અને એકત્ર કરીને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે તેમ પીએમ મોદીએ કહ્યું હતું. જાપાન પ્રવાસ દરમિયાન પ્રવાસી ભારતીયોને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત આજે વ્યાપક પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જનધન, આધાર, મોબાઈલ એટલે કે ત્નછસ્થી જે પારદર્શિતા ભારતમાં આવી છે, તેનાથી હવે દુનિયાના બીજા વિકાસશીલ દેશો પણ પ્રભાવિત થઈ રહ્યાં છે. ભારતમાં ઉભી કરવામાં આવેલા આ સિસ્ટમનો દુનિયા અભ્યાસ કરી રહી છે. તે ઉપરાંત ડિજિટલ ટ્રાંજેક્શનની આપણી આધુનિક વ્યવસ્થા, જેવા BHIM App અને Rupay Cardને લઈને પણ દુનિયાના અનેક દેશોમાં ભારે ઉત્સુકતા છે.
તેમને કહ્યું હતું કે, ભારતમાં ૧૦૦ કરોડ મોબાઈલ ફોન ધારક છે અને આપણા દેશમાં ૧ ય્મ્ ઈન્ટરનેટ ડેટા કોલ્ડ ડ્રીંકની એક નાની બોટલની કિંમત કરતા પણ સસ્તો છે. તેની જ રીતે ભારત ખુબ જ ઓછા ખર્ચે મંગળયાન અને ચંદ્રયાન અવકાશમાં મોકલી બતાવ્યા, હવે ૨૦૨૨ સુધીમાં ભારત ગગનયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ ગગનયાન સંપૂર્ણ રીતે ભારતીય હશે અને તેમાં અવકાશમાં જનારા લોકો પણ ભારતીય હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનમાં રહી રહેલા ભારતીય સમુદાયના લોકોને આગામી વર્ષે વારાણસીમાં આયોજીત થનારા પ્રવાસી ભારતીય સમ્મેલનમાં ભાગ લેવા પણ આમંત્રણ આપ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


