ન્યુ દિલ્હી,તા.૧૬
ભારત ચીન સીમા પર બંને દેશોની આર્મી સામસામે આવી જવી કોઈ મોટી બાબત નથી. છેલ્લા બે વર્ષથી ભારત-ચીન સીમા પર તણાવભર્યો માહોલ રહે છે. તેના બાદ સમાચાર મળ્યા હતા કે ચીનના સૈનિકો લદ્દાખમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. કહેવાય છે કે, પૂર્વીય લદ્દાખના ડેમચોક વિસ્તારમાં ચીનના સૈનિકોએ ૪૦૦ મીટર સુધી ઘૂસણખોરી કરી હતી. ચીનના સૈનિકો એક મહિના સુધી અહીં રહ્યા હતા. જાકે, બાદમાં ભારતના વધતા દબાણને કારણે હવે ચીન સૈનિકો અહીંથી જતા રહ્યાં છે. એટલું જ નહિ, તેમણે ભારતીય સીમામાં બનાવેલ ટેન્ટ પણ હટાવી લીધા છે.
આ પહેલા બંને દેશોની સીમા વચ્ચે લદ્દાખમાં અધિકારિક સ્તર પર વાતચીત થઈ હતી. જેના બાદ આ પરિણામ આવ્યું છે. આ ઉપરાંત ચીનના રક્ષામંત્રી પણ ભારત આવવાના છે. આ પણ એક કારણ છે કે, ચીનના સૈનિકો આ ક્ષેત્રમાં હટી ગયા છે. ચીની સૈનિકો પોતાના ક્ષેત્રમાં ફરી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન સીમા અંદાજે ૪૦૦૦ કિલોમીટર લાંબી છે. ગત કેટલાક વર્ષોમાં ચીનની તરફથી ભારતમાં સીમા ઉલ્લંઘન વધી રહ્યું છે. આ આંકડો સતત વધી રહ્યો છે. ૨૦૧૬ના વર્ષમાં ચીને ૨૭૩ વાર ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. પરંતુ ૨૦૧૭માં આ આંકડો વધીને ૪૨૬ થઈ ગયો હતો. ખાસ કરીને ડોકલામ મુદ્દો હંમેશા ચર્ચાતો રહ્યો છે. આ વિવાદ અંદાજે ૭૩ દિવસ સુધી ચાલ્યો હતો. જેના બાદ તે ૨૮ ઓગસ્ટના રોજ પૂરો થયો હતો.
લદ્દાખના ડેમચોક સેક્ટરમાં પણ બંને દેશોની વચ્ચે અનેકવાર ટકરાવની સ્થિતિ બની છે. ભારત અને ચીન બંને આ વિસ્તાર પર પોતાનો હક બતાવતા હતા. ત્યારે બંને દેશોની વચ્ચે બ્રિગેડિયર સ્તરની વાતચીત બાદ ચીને પહેલા ૩ ટેન્ટ હટાવ્યા હતા, અને તેના બાદ ૨ ટેન્ટ હટાવી લીધા છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



