બિહારમાં ચમકી તાવે લીધા વધુ ૫ બાળકોના ભોગ, કુલ આંકડો ૧૭૩ની પર પહોંચ્યો

0
7

પટના,તા.૨૧
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં ચમકી તાવથી સતત બાળકોના મોત થઇ રહ્યા છે. છેલ્લા ૨૦ દિવસોમાં કુલ ૪૭૯ કેસ દાખલ થયા છે. તો અત્યાર સુધીમાં ૧૭૩ બાળકોના મોત થઇ ગયા છે.
ત્યારે ગુરૂવારના રોજ જીદ્બસ્ઝ્રઁ તથા કેજરીવાલ હોસ્પિટલમાં ૧૮ નવા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી આકંડાઓ જોવામાં આવે તો ૧૨૪ મોત થયા છે. તમામ હોસ્પિટલોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે. મુઝફ્ફરપુરના સિવિલ સર્જન ડો શૈલેશ પ્રસાદએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં ચમકી તાવના ૭ અન્ય બાળકોના મોત થયા છે. જેથી આ સંખ્યા વધીને ૧૨૧ સુધી પહોંચી છે. કુલ ૫૬૨ બાળકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે આ તાવને લીધે ૫૬૨ બાળકો હજુ પણ દાખલ છે. ત્યારે ૨૧૯ બાળકોને સારવાર મળી હતી અને તેઓ સ્વસ્થય થઇ ગયા છે. શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ગઇકાલ સુધી ૯૫ તથા ખાનગી હોસ્પિટલમાં ૧૯ બાળકોના મોત નિપજ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY