તાતીથૈયાંમાં ટ્રેનની અડફેટે યુવકનું મોત

0
5

સુરત, તા. ૧૨
તાતીથૈયા ખાતે આવેલ રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર ગતરાત્રે પરપ્રાંતિય યુવાનનું ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ કવહારી પો. સિંગપોર તા. કરવી, જિ. ચિત્રકુટ (યુપી)ના વતની અને તાતીથૈયામાં અભિલાષા આર્કેડ રૂમ નં. ૩૦૩માં રહેતા દીપકભાઈ બ્રજલાલ સિંગ ઉ.વ. ૨૬ ગઈકાલે તાતીથૈયા રેલવે ફાટક નજીક થાંભલા નં. ૧૩.૧૨/૧૪નફી વચ્ચે અકસ્માત રીતે ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કડોદરા પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY