ન્યુ દિલ્હી,તા.૨૨
દિલ્હીમાં શનિવારે યોજાયેલ એક કાર્યક્રમમાં શિક્ષાવિદો સાથે વાતચીત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંઘના વડા મોહન ભાગવત પર નિશાન સાધતા જણાવ્યું કે ‘મેં એક વખત મોહન ભાગવતને સાંભળ્યા. તેઓ કહી રહ્યા હતા કે અમે સમગ્ર દેશને સંગઠિત કરવા જઈ રહ્યા છીએ. હું મોહન ભાગવતને પૂછવા માગુ છું કે દેશને સંગઠિત કરનાર તમે કોણ છો? તમે કોઈ ભગવાન છો? આ દેશ આપમેળે ચાલશે. થોડા જ મહિનાઓમાં મોહન ભાગવતનું સ્વપ્ન ચકનાચુર થઈ જશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારી શિક્ષણ સંસ્થાઓ પર વધુ રોકાણની જરૂરિયાત અંગે ભાર મૂક્્યો હતો. શનિવારે તેમણે જણાવ્યું કે દેશને કોઈ એક વિચારધારાથી ચલાવી ન શકાય. દેશમાં એવું લાગી રહ્યું છે કે એક વિચારધારા લોકો પર થોપવામાં આવી રહી છે. આજે ખેડૂતો, મજૂરો, યુવાનો, તમામ લોકો જણાવી રહ્યા છે કે ૧.૩ અબજનો દેશ કોઈ એક વિશિષ્ટ વિચારધારા દ્વારા ચલાવવામાં આવી શકે નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




