મહાસભાની માનવાધિકાર સમિતિએ ૧૪૨-૧૦ના મતથી પ્રસ્તાવને મંજૂરી આપી
યુએન,તા.૧૭
સંયુક્ત રાષ્ટ્રની સમિતિએ મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોની સાથે માનવાધિકાર ઉલ્લંઘન વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કર્યો છે. મહાસભાની માનવાધિકાર સમિતિએ ૧૪૨-૧૦ના મતથી આ પ્રસ્તાવને મંજૂરી આપી.
મ્યાનમાર, રૂસ, ચીન, કંબોડિયા અને લાઓસે પ્રસ્તાવનો વિરોધ કર્યો જ્યારે ૧૦ લાખથી વધારે રોહિંગ્યા લોકોને શરણ આપનાર બાંગ્લાદેશે પ્રસ્તાવના સમર્થનમાં વોટ આપ્યો. પ્રસ્તાવને ડિસેમ્બરમાં ૧૯૩ સભ્યોની મહાસભાની મંજૂરી મળવાની આશા છે.
પ્રસ્તાવમાં રોહિંગ્યા સમુદાયને લઈને મ્યાનમારની સેનાના વલણ પર ચિંતા વર્તાવી છે. ઈસ્લામિક સહયોગ સંગઠન, યુરોપીય સંઘ અને કેનેડા તરફથી રજૂ કરાયેલા પ્રસ્તાવમાં બેવડાયુ છે કે મ્યાનમારની સેના અત્યારે પણ રોહિંગ્યાઓ વિરુદ્ધ અત્યાચાર કરી રહી છે. તે હત્યાઓ અને બળાત્કાર જેવા ગુના કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




