મુંબઈ,તા.૧૭
મોખરાના અભિનેતા અક્ષય કુમારની હિટ નીવડેલી ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં પ્રવેશેલી ટીવી સ્ટાર મૌની રાયે કહ્યું હતું કે ગોલ્ડના નિર્માણ દરમિયાન ડાયરેક્ટર રીમા કાગતીએ મારી સાથે કોઇ ગેરવર્તન કર્યું નથી.
તાજેતરમાં કેટલીક મહિલા ફિલ્મ સર્જકોએ કડક વલણ અપનાવતાં જેમની સામે આવા આક્ષેપો થયા છે એ કલાકારો અને ફિલ્મ સર્જકોને બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો એ નિર્ણય સાથે અગિયાર મોખરાની મહિલા ફિલ્મ સર્જકોનો સમાવેશ થયો હતો.
એ અગિયાર નામો ટ્વીટર પર જાહેર થયાં ત્યારે કોઇએ ટ્વીટ કરી હતી કે તમે બધા દંભી છો. ફિલ્મ ગોલ્ડના સેટ પર લેખક ડાયરેક્ટર રીમા કાગતીએ મૌની રાય સાથે ગેરવર્તન કર્યું હતું અને છતાં તમારી યાદીમાં રીમાનું નામ છે.
તરત મૌની રાયે રીમાના બચાવમાં ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે આ વાત સાવ ખોટી છે. સેટ પર ઘણા લોકો હતા એટલે મારી સાથે રીમાએ ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ ઉપજાવી કાઢેલો છે. મારી સાથે કોઇએ કશા પ્રકારનું ગેરવર્તન કર્યું નથી અને એમાંય રીમાનો તો સવાલ જ નથી. ઊલટું મારી આ પહેલી ફિલ્મ હોવાથી મને રીમા સતત પ્રોત્સાહિત કરતી હતી. આ ટ્વીટ કરનાર કોઇ ગપ્પોડી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


