સિમેન્ટના બ્લોક્સ બનાવતા વેપારી સાથે લાખોની છેતરપિંડી

0
5

સરથાણા પોલીસમાં પિતા-પુત્ર સામે ફરિયાદ
સુરત, તા.૨૫
સરથાણાના પિતા-પુત્રે એચ.બી.આર. એન્ટરપ્રાઈઝના નામે સિમેન્ટ બ્લોક્સનો માળ ખરીદી રૂપિયા ૨૨.૨૪ લાખની ઠગાઈ કરી હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ ગજેરા સર્કલ લક્ષ્મી એન્ક્લેવ દુકાન નં.૨૩૬ના વેપારી વિનુભાઈ કનુભાઈ કથીરિયા પાસેથી આરોપી રતીભાઈ મોહનભાઈ સાવલીયા હાર્દિક રતીભાઈ સાવલિયા (રહે. સનવેલી રેસીડેન્ડી, સરથાણા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી પિતા-પુત્રે ફરિયાદી પાસેથી રૂ.૩૩,૭૨,૬૯૧ની કિંમતનો સિમેન્ટ બ્લોક્સનો માળ એચ.બી. આર, એન્ટરપ્રાઈઝના નામથી ખરીદ્યો હતો. આ માળનું પેમેન્ટ રૂપિયા ૨૨,૩૪ ,૦૭૬૭ ચૂકવ્યા બાદ બાકીનું પેમેન્ટ નહી ચૂકવી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી, કતારગામ પોલીસે વિનુભાઈ કનુભાઈ કથીરીયાની ફરિયાદ નોંધી પો.સ.ઈ. જી.એમ. ગમીરાએ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY