એકલા સપ્ટેમ્બર મહિનામાંજ ૩૦૦૦૦ લોકો બેઘર બન્યા, હજારોના મોત
જીનિવા,તા.૧૧
સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચના નવા વડાએ આજે કહ્યું હતું કે સિરીયાની લડાઇ એ એકવીસમી સદીનો સૌથી મોટો નરસંહાર છે. બળવાખોરોના કબજા હેઠળના ઇદલિબ પ્રાંતમાં જંગી પાયે મિલિટ્રી દ્વારા કરાયેલી હત્યા એ દેશમાં સૌથી મોટા માનવીય કટોકટી સાબીત થશે. ‘આ સમસ્યાને ઉકેલવા કોઇ ઉપાય કરવો જ પડે જો નહીં કરાય તો આગામી દિવસોમાં ઇદલીબમાં સૌથી મોટા નરસંહારની ઘટનાઓ બનશે’એમ માર્ક લોવેકે કહ્યું હતું.
દરમિયાન બૈરૂતના એક અહેવાલ અનુસાર, ઇદલીબ અને તેના પાડોશી હેમા પ્રાંતમાં મિલિટ્રી અને સુરક્ષા દળો દ્વારા આચરવામાં આવતી હિંસાના કારણે લગભગ ૩૦,૦૦૦ લોકો બેઘર બન્યા હતા.’તાજેતરમાં જે રીતે હિંસાત્મક ઘટનાઓ બની હતી તેનાથી અમે ખૂબ જ ચિંતિત છીએ. આ લડાઇના કારણે સગભગ ૩૦,૦૦૦ લોકોને પોતાના ઘર છોડવા પડયા હતા. આ તમામ ઘટનાઓ પર અમે નજર રાખીએ છીએ’એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન અમેરિકાના સાથી દેશો દ્વારા પૂર્વ સિરીયામાં આઇએસ પર મોટા પાયે હુમલા કરવામાં આવ્યા હતા જેમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓને ઘણું સહન કરવાનું થયું હતું. કુર્દીશ અને આરબ લડાકુઓના સાથી સિરીયન ડેમોક્રેટિક ફોર્સનું વર્ચસ્વ દીર ઇઝ્ઝોર પ્રાંતમાંથી ઘટી રહ્યું હતું.
આજે આઇએસના કબજો હેઠળના વિસ્તારો પર હુમલાની શરૂઆત થઇ હતી. સિરીયન દળના કમાન્ડરે કહ્યું હતું કે અમેરિકાના નેતૃત્વ હેઠળના હુમલામાં આઇએસના પંદર આતંકીઓ માર્યા ગયા હતા.
જા કે સિરીયન ઓબઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે આ આંકડો ૧૭ કહ્યો હતો.’અમારા દળોએ આજે દાઇશના છેલ્લા અડ્ડા પર હુમલા શરૂ કર્યા હતા. અમને હવાઇ અને પાયદળનો મોટો સહયોગ મળ્યો હતો’એમ આ સંસ્થાએ કહ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



