મોરબી :
મોરબીમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાના ઉમદા હેતુથી યોજાયેલ ભાગવત સપ્તાહમાં લોકોએ ઉદારહાથે દાનની સરવાણી વહાવતા કુલ ૩૫ લાખનું માતબર દાન મળ્યું હતું અને હવે સંસ્થા દ્વારા આજથી પાંચ ડાયાલિસિસ મશીન સાથે રાહતદરે ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવશે.
મોરબીમાં કીડની ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે શનાળા રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતબર ભંડોળ એકત્રિત થતા જસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી સનાળા રોડ ખાતે આવેલ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે રાહતદરે ડાયાલિસિસ સેન્ટરનો આરંભ પ્રેમપ્રકાશ સ્વામીના હસ્તે કરવામાં આવશે.
આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, ભાવેશભાઈ મણિયાર, તુષારભાઈ દફ્તરી, કમલેશભાઈ શાહ સહિતના મહાનુભાવો હાજર રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા જસ ચેરીટેબલ ટ્રસ્ટના ચંદ્રકાંતભાઈ દફ્તરી,જનકભાઈ હીરાણી, રામજીભાઈ દેત્રોજા,નિખિલભાઈ જોશી અને મગનભાઈ સંઘાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"