સમગ્ર વિશ્વ માં આતિથ્ય પરંપરા થી જાણીતા બનેલા ગુજરાતીઓ માટે આનંદના સમાચાર 

0
131

મકાન ધરાવતા લોકો માટે હોમસ્ટે યોજના માં રજીસ્ટર કરાવી આવક મેળવવાની ઉત્તમ તક

રાજપીપળા નગરપલિકા ખાતે હોમસ્ટે યોજના માટે જાગૃતિ લાવવા તાલીમ યોજાઈ

રાજપીપળા : રાજપીપળા નગરપલિકા ખાતે પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ સહીત અન્ય પાલિકા સદસ્યો અને કર્મચારીઓ ની હાજરી માં બુધવારે યોજાયેલી તાલીમ માં હોમસ્ટે યોજના બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી જેમાં હોમસ્ટે યોજના ના સીનિ.રિસર્ચ આસી.ઉત્સવ પટેલ (અથર્વ પ્લાનિંગ & રિસર્ચ સેન્ટર ) દ્વારા આપં આવેલી આ તાલીમ માં મકાન ધરાવતા લોકો માટે ખાસ યોજના પર ફોકસ કરાયો જેમાં આ યોજના ના લાભ કોણ કોણ લઈ શકે અને એ માટે સરકાર દ્વારા શું પ્રોત્સાહન મળે એ બાબતે જાણકારી અપાઈ હતી

મકાન માલિકો પરિવાર સાથે જે આવાસ માં રહેતા હોય તે માલિકો પોતાના વિસ્તાર માં આવતા પ્રવાસીયો ને મકાન ભાડે આપી એક આવક ઉભી કરી શકશે જેમાં તમામ સુવિધા ઉપલબ્ધ હોય એવા આવાસ સિલ્વર અને ગોલ્ડ એમ બે કેટેગરી માં આવે ત્યારે પ્રવાસીયો ને ઘર ના વાતાવરણ માં ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી ભોજન નો અનુભવ અને હોટેલ કરતા ઓછા ભાવે રહેણાંક ની સુવિધા આપનારા માલિકો પ્રવાસીયો ને રહેવા માટે ગુજરાત પ્રવાસન નિગમ,ગાંધીનગર માં રજીસ્ટર કરાવી શકે છે.

સાથે.સાથે મિલકત,પાણી વેરો અને વીજ દર રહેણાંક ના દર પ્રમાણે લેવાશે સરકાર દ્વારા ટૂંકા ગાળાની આતિથ્ય વ્યવસ્થાપન તાલીમ અપાશે અને પ્રચાર પ્રસાર પણ કરાય તે સહિતની મદદ થશે.આ યોજના માટે મિલકત ની ચકાસણી માટે વેરિફિકેશન અને પોલીસ વેરિફિકેશન ની પણ જોગવાઈ કરવામાં આવશે. આમ ગુજરાત પ્રવાસન પ્રવાસીયો ને એવા પરિવાર સાથે જોડી આપશે જ્યાં તેમને પારિવારિક માહોલ મળે અને મહેમાન તે ભગવાન નું શુત્ર સાકાર થાય એવા પ્રયાસ હાલ થઈ રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY