હળવદ : સોસાયટી માર્જીનની અને નર્મદા કેનાલ જમીનમાં ગેરકાયદેસર બાંધકામ

0
274

લત્તાવાસીઓએ મામલતદારને આવેદન પાઠવ્યું

હળવદના સરા રોડ સ્થિત સ્વામીનારાયણ નગર સોસાયટીની માર્જીનની તેમજ નર્મદા કેનાલની જમીનમાં બિનઅધિકૃત રીતે બાંધકામ ચાલતું હોય જે અટકાવવા માટે લત્તાવાસીઓએ આવેદન પાઠવ્યું છે .
સ્વામીનારાયણ સોસાયટી હળવદના લત્તાવાસીઓએ હળવદ મામલતદારને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે સોસાયટી તા. ૦૧-૦૪-૨૦૦૫ થી સર્વે નંબર ૨૨૨૮ પૈકી તથા ૨૨૨૯ પૈકી રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ છે જેમાં સરા રોડથી પૂર્વ દિશામાં જતો રસ્તો અને નર્મદા કેનાલની વચ્ચે સરા રોડ પર જે જમીન આવેલ છે તે જમીન પર સોસાયટીની માર્જીનની જમીન અને નર્મદા કેનાલની જમીનમાં નાડોદા (સિંધવ) ચીકાભાઈ પંચાણભાઈ રહે હળવદ વાળા દ્વારા શોપિંગના પાયા છાપી શોપિંગનું વિના પરવાનગી બિન અધિકૃત બાંધકામ શરુ કરેલ છે
શોપિંગનું બાંધકામ થવાથી સોસાયટીની પાછળની ખેતીની જમીન તથા સોસાયટીની પાણીનો નિકાલ બંધ થઇ સકે છે જેથી કરી સોસાયટી અને આજુબાજુની જમીનમાં ચોમાસું પાણી ભરાઈ સકે તેમ છે તથા આવી રીતે રોડ પર કીમતી જમીનમાં બિન અધિકૃત બાંધકામ થવાથી દબાણ કરનારને છૂટો દોર મળી સકે છે હાલ આ બાંધકામ ચાલુ જ થયેલ હોય તાત્કાલિક અસરથી બાંધકામ બંધ રખાવા ઘટતું કરવા અને દબાણ અંગેની નોંધ મામલતદાર કચેરીમાં નિભાવવામાં આવતા દબાણ રજીસ્ટરે નોંધ અંગેની નકલ આપવામાં આવે તેવી માંગ કરી છે
તેમજ આ અંગે જો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં નહિ આવે તો કાયદાકીય રીતે સોસાયટીના રહીશો કોર્ટનો આશરો લેશે તેવી ચીમકી આપી છે અને રહેણાંક વિસ્તારમાં પાણી ના ભરાય તેવા હેતુથી તાત્કાલિક અસરથી બાંધકામ બંધ રાખવાની માંગ કરી છે.

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY