અમરોલીની ટયુશન સંચાલિકા મહિલા સહિત બેના જામીન મંજૂર
સુરત, તા. ૨૩
આહવા-સાપુતારા લકઝરી બસ દુર્ઘટના પ્રકરણમાં સંકળાયેલા ડ્રાઈવર, લકઝરી બસના માલિક અને ગુરૂકૃપા ટયુશન કલાસના સંચાલિકા દ્વારા આહવા સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી સુનાવણીના અંતે ડ્રાઈવરના જામીન ફગાવી દઈ બાકીના બે આરોપીઓના જામીન અદાલતે મંજૂર કરતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગતો એવી છે કે, અમરોલી- છાપરાભાઠા વિસ્તારમાં આવેલા ગુરૂકૃપા ટયુશન કલાસની સંચાલિકા નિતાબેન બિપિનચંદ્ર પટેલે ટયુશન કલાસના વિદ્યાર્થીઓને સાપુતારા લકઝરી બસ મારફતે ગત તા. ૨૨મી ડિસેમ્બરના રોજ ફરવા લઈ ગયા હતા. જ્યાં રાત્રિના સુમારે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા લકઝરી બસ માલગામ અને ધ્રુલદા ગામની વચ્ચે આવેલી ઊંડી ખીણમાં ખાબકતા ૧૦ વ્યકિતઓના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે શ્રેયા કથીરિયા નામની ૨૦ વર્ષની માસૂમનું બે દિવસ પહેલાં અમરોલી જીવન જ્યોત હોસ્પિટલમાંમોત નીપજતા મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો હતો. ડાંગ પોલીસે આરોપીઓ સામે આઈપીસી-૩૦૪ મુજબનો ગુનો દાખલ કરી ટયુશન સંચાલિકા નીતા પટેલ, ડ્રાઈવર સંજય મહેતા અને લકઝરીના બસ માલિક હાર્દિક ખુમાણની ધરપકડ કરી હતી. ત્રણેયઅ આરોપીઓ દ્વારા જામીન અરજી કરવામાં આવતા અદાલતે ડ્રાઈવરના જામીન કરદ કરી બાકીના બે આરોપીઓને જામીન પર છોડવામાં હુકમ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




