શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી અને શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૭ ને રવિવારના રોજ કંડલા બાયપાસ, કામધેનું પાર્ટી પ્લોટ બાજુમાં મોરબી ખાતે ગુર્જર પ્રજાપતિ સમાજના તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે
સમૂહ લગ્નોત્સવમાં સમાજના ચાર યુગલો પ્રભુતામાં પગલા માંડશે નવદંપતીને આશીવચન પાઠવવા સતાધારના જીવરાજબાપુ, પીપળીધામના વાસુદેવ મહારાજ, મોરબી શિવરામદાસ, હળવદના દલસુખ મહારાજ અને બગથળાનાં દામજી ભગત સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે
સમૂહ લગ્નમાં જોડાનાર તમામ દીકરીને કરિયાવરની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ અમિતભાઈ મચ્છોયા અને તેની ટીમના આગેવાનો-કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



