હળવદ પોલીસે સવારે 6.45 કરેલી અટકાયત
ગાંધીનગરમાં ધેરવા કરી વિરોધ પ્રદર્શન કરવા માટે મોરબીના હળવદ તાલુકાના 14 શિક્ષકો કારના કાફલા સાથે નીકળ્યા હતા.જેમાંથી 14 શિક્ષકોના કારના કફલાને સરા ચોકડીએ અટકાવી દેવામાં આવ્યો હતો અને પોલીસે હળવદના 14 શિક્ષકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ પ્રાથમિક શિક્ષકો તેમના પડતર પ્રશ્ને સરકાર સામે મોરચો માંડીને તબક્કાવાર લડત ચલાવી રહ્યા છે.થોડા સમય અગાઉ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પ્રતીક ધરણા સહિતના અદોલનાત્મક કાર્યક્રમો યોજીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કૃયું હતું.દરમ્યાન આજે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા આજે ગાંધીનગર ખાતે ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેથી ગાંધીનગરમાં ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવામાં માટે હળવદના 14 શિક્ષકો કારના કાફલા સાથે આજે ગાંધીનગર જવા રવાના થયા હતા.જેમાંથી 14 શિક્ષકોના કારના કફલાના સરા ચોકડીએ રોકી લેવામાં આવ્યો હતો.હળવદ પોલીસે શિક્ષકોની અટકાયત કરીને તેમને ગાંધીનગર જવા દેવામાં આવ્યા ન હતા.પીઆઈ એમ આર સોલંકી વિકમસિહ,વનરાજસિહ,વિપુલભાઈ,દેવુભા,તથા સ્ટાફ
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





