આજે યુથ રેડક્રોસના ડૉ.ભાવિન રાજેશ ભાઈ શિરોયા ના 22 વર્ષ પૂર્ણ થયા અને 23 માં વર્ષ માં પ્રવેશ કર્યો એ બદલ વરાછા વિસ્તારની વર્ષા સોસાયટી આંગણવાડી, હેપ્પી બંગ્લોઝ પાસે મોહનકાકાની ચાલની આંગણવાડી તેમજ ભાઈ પાર્ક પાસે ભોળા નગર ની આંગણવાડી આ 3(ત્રણે) સ્થળે નાના ગરીબ બાળકો ને બિસ્કીટ વિતરણ , કેક વિતરણ અને કીટ વિતરણ કરી મારા મિત્ર ગણ ,સ્નેહીજનો અને વડીલો દ્વારા જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
દરેક યુવાનોને એક વિનંતી કરવા માગું છું કે આપના જન્મ દિવસે આપ ખોટા ખર્ચ ના કરતા આવા ગરીબ અનાથ અને સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરો તો એ લોકોને પણ પોતાનું કોઈક છે એવો અનુભવ થશે અને એ જ આપના જન્મદિવસની સાચી શુભકામના ગણાશે.
આ કાર્યક્રમમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે સુરત શહેરના પૂર્વ મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ -લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ & સક્ષમ પશ્ચિમ ભારતના કાર્યવાહક ડૉ.પ્રફુલ શિરોયા,લોકદ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપ-પ્રમુખ દિનેશભાઈ પટેલ ,વોર્ડ નંબર 2 ના પ્રમુખ ભાવિન ભાઈ કરકર, વોર્ડ નંબર 7 ના પ્રમુખ શૈલેષભાઈ બારૈયા, મારા સહયોગી મિત્ર શ્રી રજનીકાંતભાઈ હિરપરા, શ્રી નીલેશભાઈ વેજપરા, હિરેનભાઈ ગજેરા, અક્ષય કાથરોટીયા તેમજ જાગ્રત માવાણી અને મારા સાથી ડોક્ટરો ડૉ.પાર્થ, ડૉ.વિશાલ, ડૉ.રોનીલ, મિત્ર જેમીશ અને હાર્દિક વગેરે મિત્રો ઉપસ્થિત રહી મારા આ જન્મદિવસના પ્રસંગને દીપાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





