રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ,વિયર ડેમ,સ્ટેચ્યુ ઓફ યુનિટી,ટેન્ટ સીટી,રેલ્વે સ્ટેશન સહિત અનેક પ્રોજેક્ટો નર્મદા જિલ્લાના સ્થાનિકોની રોજગારી વધે તથા આ વિસ્તાર પ્રવાસન ક્ષેત્રે આગળ વધે એ માટે સરકારે પૂર્ણ કર્યા છે.આમાંથી કેવડિયા ખાતે રેલ્વે સ્ટેશનનું હાલમાં જ રાષ્ટ્રપતિ દ્વારા ભૂમિપૂજન કરાયું હતું.આ તમામ માટે સરકારે સ્થાનિકોની જમીન પણ સંપાદિત કરી છે.ત્યારે જમીન સંપાદિત કરી હોવા છતાં અસરગ્રસ્તોને કાયમી નોકરી સહિતના રોજગારીની લગતા અનેક વાયદાઓ સરકારે પુરા ન કરી ફક્ત ખોખલા વચનો જ આપ્યા છે એવા આક્ષેપ સાથે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે કેવડિયામાં અલગ અલગ રાજ્યોના અલગ અલગ ભવન બનવાના છે એના વિરોધમાં આદિવાસીઓ કેવડિયાથી રાજપીપળા કલેકટર કચેરી સુધી 19મી ડિસેમ્બરે પદયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું.
પણ એ પદયાત્રા નીકળે એ પેહલા જ પોલીસે મુખ્ય કા્યકરોને િટેન કરી આ યાત્રાને રોકી લેતા આદિવાસીઓ રોષે ભરાયા હતા.અને 20,21 અને 22મી ડિસેમ્બર એમ ત્રણ દિવસ કેવડિયા,ગરૂડેશ્વર બંધનું એલાન આપ્યું હતું.તો આદિવાસીઓના આ એલાનને પગલે કેવડિયા ગામ 20મી ડિસેમ્બરે સજ્જડ બંધ રેહવા પામ્યું હતું.એક તરફ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે 18મી રાત્રીએ પોલીસ દ્વારા બંધને સમર્થન ન આપવા મુદે કેવડિયાના વેપારીઓ સાથે એક બેઠક પણ કરી હતી.એ બેઠકનું પણ કોઈ પરિણામ ન આવ્યું હતું અને કેવડિયાના વેપારીઓએ બંધને સમર્થન આપી સ્વયંભૂ બંધ પાડ્યું હતું.
તો બીજી બાજુ વિકાસના નામે સરકાર આદિવાસીઓની જમીન લૂંટી રહી હોવાનું કારણ આગળ ધરી આદિવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા સહિત મોટી સંખ્યામાં લોકોએ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.આવેદનપત્ર આપ્યા બાદ તેઓ કલેકટર કચેરી બહાર જ ભૂખ હડતાળ પર બેસી ગયા હતા.અને એવી જીદ પકડી હતી કે જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ બાબતે ગંભીરતાથી નહિ વિચારે અને માંગો પુરી કરવા લેખિત બાંહેધરી નહિ આપે ત્યાં સુધી આ ભૂખહળતાલ તોડીએ નહિ.તો 20મી એ પણ એમની આ હડતાળ યથાવત રહી હતી.ભૂખ હડતાળ તોડવા રાત્રે પોલીસ દ્વારા મંડપ તોડી પડાયો હોવાનો ડો.પ્રફુલ્લ વસાવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




