મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે અંદાજે રૂા.૭૩૭ લાખના ૩૨૮ વિકાસના કામો મંજુર કરાયા
મોરબી જિલ્લા આયોજન મંડળની જિલ્લાના પ્રભારીમંત્રી સૌરભભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને બેઠક સંપન્ન
મોરબી,તા.૦૩ માર્ચ- આજે તાલુકા પંચાયત કચેરી-હળવદમાં મોરબી જિલ્લા આયોજન મંડળની રાજયના ઉર્જમંત્રીઅને જિલ્લાના પ્રભારીમંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં મોરબી જિલ્લા માટે વર્ષ-૨૦૧૯-૨૦ માટે વિવિધ જોગવાઇ તળેના અંદાજે રૂા.૭૩૭ લાખના ૩૨૮ વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી.
આ કામોમાં વર્ષ-૨૦૧૯-૨૦ માટે જિલ્લાના મોરબી તાલુકાના રૂા.૧.૪૦ કરોડના ખર્ચે ૬૯ કામો, માળીયા(મીં) તાલુકાના રૂા.૧.૧૦ કરોડના ખર્ચે ૫૬ કામો, ટંકારા તાલુકાના રૂા.૧.૦૪ કરોડના ખર્ચે ૪૬ કામો, વાંકાનેર તાલુકાના રૂા.૧.૬૭ કરોડના ખર્ચે ૮૮ કામો, હળવદ તાલુકાના રૂા.૧.૩૩ કરોડના ખર્ચે ૬૬ કામો અને મોરબી જિલ્લાની નગરપાલિકાઓના રૂા. ૮૩ લાખના ખર્ચે વિકાસના ૧૨ કામો આ બેઠકમાં મંજુર કરવામાં આવ્યા જેમાં પીવાના પાણી માટે રૂા. ૬૧.૨૫ લાખ, ભૂગર્ભ ગટરના કામો માટે રૂા. ૧૦૩.૧૦ લાખ, સી.સી.રોડના કામો માટે રૂા. ૧૦૧.૯૫ લાખ, પેવર બ્લોકના કામો માટે રૂા. ૬૬.૨૦ લાખ તથા અન્ય વિકાસના કામો માટે રૂા. ૪૦૪ લાખ મંજુર કરવામાં આવ્યા છે.
જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલએ અગાઉના વિવિધ જોગવાઇ તળેના કામોની સમીક્ષા કરીને સમય મર્યાદામાં ગુણવતાયુકત કામો પૂર્ણ કરવા સંબંધકર્તા અધિકરીઓને તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ પ્રગતીના કામોનું ફોલોઅપ લઇને આદર્શ પધ્ધતિ નું નિર્માણ કરવા જણાવ્યું હતું .સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી એન.જી.ચૌહાણુ સંભાળ્યુ હતું. આ બેઠકમાં સુરેન્દ્નનગર સાંસદ દેવજીભાઇ ફતેપરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા, જિલ્લા કલેકટરઆર.જે.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારીજાડેજા,ચેરમેનજિલ્લા સામાજિક ન્યાય સમિતિ, તાલુકા પંચાયતના પ્રમુખ ધમેન્દ સિહ ઝાલા, -હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ શહેરભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ બીપીનભાઈ દવે હળવદ તાલુકા વિકાસ અધિકારી બી એન રાવલ, મામલતદાર વી કે સોલંકી, તથા અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર રહયાં હતાં.
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






