કેલિફોર્નિયા,
તા.૧૩/૪/૨૦૧૮
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ફેડરલ ડિસ્ટ્રક્ટ કોર્ટે રિવેન્જ પોર્ન કેસમાં એક વ્યક્તિથી પીડિત મહિલાને રૂ. ૪૨ કરોડ રકમ નુકસાનીના દંડ પેટે ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. વ્યક્તિ પર મહિલાની ન્યુડ તસવીરો, વીડિયો ઇન્ટરનેટ પર પોસ્ટ કરવાનો આરોપ હતો. મહિલાના વકીલના જણાવ્યા પ્રમાણે, રિવેન્જ પોર્નના કેસમાં આ અત્યાર સુધીનો બીજા સૌથી મોટા દંડ ચુકવણીનો કેસ છે.
એક અજ્ઞાત મહિલાએ ડેવિડ ઇલમા નામના વ્યક્તિ પર સિવિલ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો હતો. વર્ષ ૨૦૧૩માં મહિલા અને તેના બોયફ્રેન્ડનું બ્રેકઅપ થયુ હતુ. તે પછી જ વ્યક્તએ મહિલાની અશ્લીલ તસવીરો અને વીડીઓ પોર્નગ્રાફી વેબસાઇટ પર પોસ્ટ કરવાની શરૂઆત કરી હતી. કોર્ટના દસ્તાવેજા પ્રમાણે, વ્યક્તિએ મહિલાને ધમકી આપી હતી કે તે મહિલાનું જીવન એ હદ સુધી ખરાબ કરી નાંખશે કે તેને આત્મહત્યા કરવી પડશે.
કોર્ટે આપેલ આદેશમાં ૪ લાખ ૫૦ હજાર ડોલર કોપીરાઇટ ભંગ માટે, ૩૦ લાખ ડોલર ગંભીર માનસિક તાણ અને ૩ લાખ ડોલર અન્ય નુકસાનની ભરપાઇ માટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ સમગ્ર કેસમાં આરોપી તરફથી કોઇ પણ દલીલ આવી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


