
ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ ભરૂચ જીલ્લામાં ચાલતી ગુનાહીત પ્રવૃતિ તેમજ એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી શોધી કાઢવા સુચના આપેલ તે અનુસંધાને પીઆઇ પી.એન.પટેલના માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભરૂચ ટાઉન વિસ્તારમા પેટ્રોલીગમા હતા તે દરમ્યાન હે.કો.ધર્મેદ્ર જુલાલ એસ.ઓ.જી. ભરૂચ નાઓને બાતમીદારથી બાતમી મળતા પો.સ.ઇ. આર.એમ.વસાવા ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે.નાઓને બાતમી હકીકતની જાણ કરતા તેમના સ્ટાફના માણસો સાથે ભરૂચ જી.એન.એફ.સી.ચોકડી પાસેથી થી-વ્હીલ પીયાગો ટેમ્પો નં.જી.જે.૧૬.વી.૬૪૭૪ને પકડી પાડી તેમાથી પ્લાસ્ટીકના ડ્રમમાથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો જેની કિ.રૂ.૧,૧૫,૨૦૦/-તથા થી-વ્હીલ પીયાગો ટેમ્પો કિ.૮૦,૦૦૦/- તથા આરોપીઓની અંગઝડતીના મોબાઇલ ફોનની કુલ-૫ કર.રૂ.૧૧,૦૦૦/-તથા પ્લાસ્ટીકના ડ્રમ નંગ-૪ કિ.૮૦૦/-મળી કુલ કી.રૂ.૨,૦૬,૮૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





