રાજપીપળા : આગામી 23મી એપ્રિલે ગુજરાત લોકસભાની 26 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે ત્યાે ભાજપ અને કોં્રેસ દ્વારા ચૂંટણી માટે પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે ગુજરાતની 21 છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી રણજિતસિંહ રાઠવા અને ભાજપમાંથી મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવા મેદાને છે.ત્યારે ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય તેટલાજ દિવસો બાકી છે એ પેહલા જ ભાજપને મોટો ફટકો પડયો છે.
છોટાઉદેપુર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર રણજિતસિંહ રાઠવા નાંદોદ વિધાનસભાના ગરૂડેશ્વર તાલુકાના ચૂંટણી પ્રચાર માટે રાજ્યસભા સાંસદ નારણસિંહ રાઠવા, ધારાસભ્ય પી.ડી.વસાવા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ સહિતના આગેવાનો સાથે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.દરમિયાન નાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ ભાજપના મીનાબેન તડવી પોતાના સમર્થકો સાથે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમા જોડાઈ ગયા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં નાંદોદ બેઠક માટે ગરૂડેશ્વર વિસ્તારમાંથી જ મોટો ફટકો પડવાથી ભાજપને હાર સહન કરવી પડી હતી અને લોકસભા ચૂંટણી ટાણેજ હવે આ જ વિસ્તારના એક મહિલા આગેવાને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




