શુક્રવાર અને શનિવારે પાલિકાએ જમા કરેલો પગાર સોમવારે સાંજ સુધી પણ કર્મચારીઓના ખાતામાં જમા ન થતા બેન્કની લાીયાવાડી સામે આવી, હવે બે દિવસ બેન્કો ની હડતાલ હોય પગાર ક્યારે મળશે એ ચિંતા
રાજપીપળા : રાજપીપળા નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓ નો પગાર જમા ન થતા બેન્કોની લાલીયાવાડી છતી થઈ હતી નગરપાલિામાં કામ કરતા કાયમી અને હંગામી કર્મચારીઓ આ કારમી મોંઘારીમાં પગારની રાહ જોઈ બેઠા હતા ત્યારે પાલિકા દ્વારા શુક્રવારે કાયમી અને શનિવારે રોજમારો ના પગારના ચેક જે તે બેન્કોમાં જમા કરાવ્યા ત્યારે સોમવારે સાંજ સુધી પણ કર્મચારીઓના ખાતા માંૈસા જમા ન થતા પગારની રાહ જોઈ બેઠેલા કર્મચારીઓ નિરાશ થયા હતા ત્યારબાદ જાણવા મળ્યું કે કર્મચારીઓ ના ચેક બે દિવસ પહેલાજ બેન્કોમાં જમા થઈ ગયા હતા પરંતુ બેન્કોના કર્મચારીઓની આળસ કહો કે લાલીયાવાડી હજુ સુધી પગારના નાણા જમા થયા નથી અને મંગળવારથી બેન્કોમાં બે દિવસની હડતાલ હોય ગરીબ કર્મચારીઓ બેન્કોની આવી લાલિયાવાડીના કારણે અટવાઈ પડ્યા છે
આમતો સરકાર નવા નવા નિયમો અને કાયદાઓ સાથે યોજનાઓ અમલમાં મૂકે છે પરંતુ એમાં બેંકો ના ગ્રાહકો કેવી અને કેટલી સારી સેવા અપાય છે એ કોણ તપાસ કરશે..? રાજપીપળામાં અમુક બેન્કોના એટીએમ પણ શોભાના ગાંઠિયા સમાન છે જયારે દેના બેન્કે તો પોતાનું એકજ એટીએમ હતું એ પણ બંધ કરી દેતા અન્ય બેન્કો ના એટીએમ માંથી વધુ વાર રૂપિયા ઉપાડતા ગ્રાહકે વધારાનો ચાર્જ ભોગવવો પડે છે અને આ માટે બેન્કમાં પૂછતાં ઉડાઉ જવાબો અપાય છે ત્યારે રાજપીપળા માં મોટાભાગની બેન્કો માં ગ્રાહકને અપાતી સર્વિસ માત્ર કાગળ પરજ હોય એમ લાગે છે તો ગ્રાહકોની આ ફરિયાદનો ઉકેલ કોણ લાવશે…? રિઝર્વ બેંકમાં બેઠેલા અધિકારીઓ ફક્ત નિયમો બનાવવા માટેજ બેઠા છે…? નર્મદા જિલ્લા જેવા પછાત જિલ્લાની બેન્કોમાં સારી સેવા મળે તેવી ગ્રાહકોની માંગ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





