નાંદોદના કરાંઠા ગામમાં મહિલાની શારીરિક છેડછાડ કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ 

0
86

મહિલાના પતિ દુકાને હોય યુવાને મહિલાના ઘરમાં આવી મને કિસ કરવા દે તેમ કહી છેડતી કરી હતી 

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામની પરણિત મહિલાની ગામનાજ યુવાને શારીરિક છેડછાડ કરતા મહિલાએ રાજપીપળા પોલીસમાં ફરિયાદ આપી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર કરાંઠા ગામમાં રહેતી પાયલબેન ચિરાગભાઈ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ ગામમાં બીજી ભાડેથી રાખેલ કરીયાણાની દુકાન ઉપર વેપાર કરવા માટે ગયેલા એ સમયે પાયલબેન તેમના નાના દિકરા સાથે ધરમાં હોય ગામમાં રહેતો ચિંતન દિનેશભાઇ પટેલ દ્વારા પાયલના પતિ દ્વારા આપવામા આવેલ શ્રાધભાગની ચોપડી પરત આપી જવા માટે જણાવતા ચોપડી નહી લાવી પાયલને તેના ધરમાં એકલી જોઈ ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમા આવી તેનો ડાબો હાથ પકડી બાહોમા લઇ તું મને એક કિસ કરવા દે બીજુ કશું નહીં કરૂ તેમ જણાવી શારીરિક છેડછાડ કરતા પાયલબેને બુમાબુમ કરતા આજુ બાજુમા રહેતા લોકો આવતા જોઈ ચિંતન ત્યાંથી નાસી ગયો હતો પરંતુ જતા જતા એમ કહ્યું કે આ વાતની જાણ કોઈને કરીશ તો તને તારી પરીના સમ છે તેમ જણાવી ભાગી ગયા બાદ પાયલ પટેલે આ બાબતે ચિંતન પટેલ વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .તપાસ પીએસઆઇ જે આર ગામીત કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY