રાણમલપુરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા ૩.૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત. એક ફરાર

0
64

હળવદ પોલીસે બાતમીના આધારે વાડીમાં રેડ કરતા ૬ જુગારીઓ 3.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ વડા કર્ણરાજ વાઘેલા ની સૂચના થી હળવદ પીઆઇ એમ,આર,સોલંકીના માર્ગદર્શન નીચે પીએસઆઇ પીજી પનારા બીપીન ભાઈ યોગેશદાન, મુમાભાઈ ,મનહરભાઈ, વગેરે સ્ટાફ એ હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ ગીરીશભાઈ જગદીશભાઈ પટેલ વાડી ની ઓરડીમાં સાંજના છ વાગ્યાની આજુબાજુ એ રેડ પાડતા તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડયા હતા જેમાં (૧)ભરતભાઈ મગનભાઈ ગોપાણી રહે,ઘનશ્યામગઢ (૨ )સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા રહે, રણમલપુર (૩) અશોકભાઈ નાગજીભાઈ કોળી રે ગોરી દરવાજા હળવદ ( ૪) અજીત સોમાભાઈ કોળીરહે,ગોરીદરવાજે, હળવદ (૫ )રમેશ રૂપાભાઈ કોળી રહે, હળવદ (૬ )નિઝામ વલી મોહમ્મદ ભટ્ટી રહે ગોરી દરવાજા હળવદ તીનપતિનો નો જુગાર રમતા ઝડપી પાડયા હતા જેમાં રોકડા રૂપિયા 83 ,900 તથા મોબાઇલ ૪ની કિંમત 2000 તથા ઈકો ગાડી નંબર જીજે 36 બી ૮૫૨૭ રૂપિયા ૩ લાખ તથા પાથણુ 300 કુલ રૂ,૩.૮૫.૯૦૦ ના મુદામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડયા હતા, વાડી માલિક ગીરીશભાઈ જગદીશભાઈ પટેલ,રહે, રમલપુર વાળા ભાગી ગયા હતા જેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે હળવદ પંથકના જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY