રાજપીપળા દરબાર રોડ પર રવિવારે એક કલાક થી વધુ સમય વીજળી ગુલ થતા 42 ડિગ્રી ગરમીમાં લોકો બફાયા

0
48

ફરિયાદ બાદ પણ કોઈ મરામત ન થતા લોકો ગરમીમાં શેકાયા સાંજે 4-20 કલાકે ફરિયાદ સેન્ટરના કર્મચારી  4-00 વાગ્યા નો સ્ટાફ આવે એટલે મોકલું એવો જવાબ આપતા આશ્ચર્ય 

રવિવાર હોવાથી રજાના મૂડમાં મોડા આવતા લેટ લતિફો ની આળસના કારણે લોકો ગરમીમાં બફાયા 

રાજપીપળા : રાજપીપળા શહેરમાં વીજ કંપનીનો વહીવટ ખાડે જતો જણાઈ રહ્યો છે ત્યારે હાલમાંજ દસ કલાક પ્રિ મોનસુન કામગીરી માટે લાઈટો બંધ રાખવા છતાં રોજના ધાંધિયા યથાવત છે ત્યારે રવિવારે બપોરે 3 વાગે દરબાર રોડ ઉપર લાઈટો ની આવન જાવન બાદ 3-30 કલાકે વીજળી ગુલ થતા સ્થાનિક રહીશે વીજ કંપનીના ફરિયાદ સેન્ટર ઉપર ટેલિફોનિક ફરિયાદ લખાવ્યા  બાદ પણ કોઈ લાઈનમેન ન ફરકતા 4-20 વાગે ફરી ફોન કરતા ફરિયાદ સેન્ટર ના કર્મચારી એ જણાવ્યું કે 4-00 વાગે આવતો સ્ટાફ હમણાં આવે એટલે મોકલું ત્યારે 4-30 કલાકે પણ આ સ્ટાફ હાજર થયો ન હોય કલાકો સુધી દરબાર રોડ ના રહીશો 42 ડિગ્રી ગરમીમાં શેકાયા હતા આમ વીજ કંપનીના સ્ટાફનો સ્ટાફ સમયનું પાલન ન કરતા રવિવાર ની રજાના મૂડ માં અતિશય ગરમીમાં લોકો શિકાર બન્યા હતા ત્યારે આવા સમયસર ન આવતા કર્મચારીઓ સામે વીજ કંપનીના અધિકારીઓ એ કડક પગલાં લેવા જોઈએ તેવી લોક માંગ છે .આ લખાય છે ત્યારે 4-40 વાગવા છતાં પણ દરબાર રોડ પર કોઈ લાઈનમેં ફરક્યા ન હોય વીજ કંપનીના ફરિયાદ વિભાગના અંધેર વહીવટ બાબતે અધિકારીઓ પગલાં લેશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY