ઉકાઈ ડેમની સપાટી ૩૪૩.૭૮ ફૂટે પહોંચી, ભયજનક સપાટીથી માત્ર ૧.૨૨ ફૂટ જ દૂર

0
5

સુરત,તા.૨૪
ઉકાઈ ડેમની સપાટી આ સીઝનમાં સર્વોચ્ચ સપાટી ૩૪૩.૭૮ ફૂટ પર પહોંચી ગઈ છે. હાલ ઉકાઈ ડેમમાં ૯૩ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ૭૬ હજાર ક્યુસકે પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી હાલ ભયજનક સપાટી ૩૪૫ ફૂટથી માત્ર ૧.૭૮ ફૂટ જ દૂર છે.
અધિક મદદનીશ ઈજનેર એન.એસ. રાઠવાએ જણાવ્યું હતું કે, ૩૦ સપ્ટેમ્બર સુધી ડેમની સપાટી મહત્તમ લેવલ સુધી લઇ જવાશે. જોકે, કેચમેન્ટમાં વરસાદના આધારે ઉકાઈ ડેમની સપાટીને મેનટેઈન કરવામાં આવશે. પાણીની આવકમાં વધારો થશે તો પાણી વધુ છોડવામાં આવશે. હાલ ઉપરવાસમાં વરસાદ અને પાણીની આવક પર વોચ રાખવામાં આવી રહી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા ડેવલપ થઇ ગયું છે. આ સિસ્ટમ સાથે રાજસ્થાન સુધી એક મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. જેથી પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વિતેલા ૨૪ કલાકમાં ઉપરવાસમાં ૨૦૭ એમએમ વરસાદ નોંધાયો હતો.રૂ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY