ખોટી અફવાઓ થી ગભરાવો નહિ,રાજપીપળા માર્કેટ માંથી છોકરા ઉપાડી ગયાની અફવાએ જોર પકડતા ભારે કુતુહલ

0
129

રાજપીપળા નાા માર્કેેટ માંથી કોઈ છોકરાને ઉપાડી ગયાની શનિવારે ફરતી થયેલી વાત માત્ર અફવા,પોલીસ ચોપડે કોઈ એવો બનાવ નથી

રાજપીપળા:હાલ સમગ્ર ગુજરાત માં બાળકો ઉઠાવતી ગેંગ ફરી રહ્યા ની અફવા એ ખુબ જોર પકડ્યું હોય બે દિવસ પહેલાજ રાજપીપળા ના એક વ્યક્તિ ને આવા ખોટા મેસેજ સોસીયલ મીડિયા પર ફરતા કરવા બાદલ પોલીસે માફીપત્ર લખાવ્યું હોવાની સાહી હજુ સુકાઈ નથી ત્યાંજ શનિવારે બપોરે વધુ એક અફવાએ જોર પકડ્યું જેમાં રાજપીપળા ના શાક માર્કેટ માંથી એક બાળકને કોઈ ઉપાડી ગયું હોવાની વાત વાયુવેગે ફેલાતા માર્કેટ પાસેના લોકો,પત્રકારો,પોલીસ સહીત માં આ બાબતે ભારે પૂછતાછ નો દોર શરૂ થયો હતો ત્યારે કેટલાક લોકો દ્વારા મીઠું મરચું ઉમેરીને વાત વધતા આખરે અમારા રાજપીપળા પ્રતિનિધિ એ આ માટે ટાઉન પી આઈ તાવીયાડ સાથે ટેલિફોનિક વાત કરી ખરાઈ કરતા ટાઉન પી આઈ એ આ વાતને નકારી એવી કોઈ ઘટના બની નથી એમ જણાવ્યું હતું ત્યારે માર્કેટ બાદ થોડા સમયમાંજ આખા શહેર માં ફરતી થયેલી આ અફવા ખોટી સાબિત થઈ હતી માટે અમે પ્રજાને અપીલ કરિયે છે કે ખોટી અફવા થી ન ડરી એને આગળ ન પોહચાડી લાગતા વળગતા અધિકારી કે અન્ય પાસે એની પૂછતાછ કરો અને જેમ બને એમ આવી અફવા રોકવા પ્રયાસ કરો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY