વડોદરા આર.આર. સેલે વિદેશી દારૂ ની ટ્રક ઝડપી

0
577

વડોદરા:
ગુજરાત માં દારૂબંધી હોવા છતા ગુજરાત માં બેફામ દારૂ ની ગાડીઓ પ્રવેશ કરે છે. અને ખુલ્લેઆમ ગુજરાત માં દારૂ નું વેચાણ થાય છે. વડોદરા જિલ્લા રેન્જ આઈ.જી. અભય ચુડાસમા ની ટિમ ને ગત રાત્રી ૯.૩૦ વાગે ના અરસામાં બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી ટ્રક નંબર PB.03.Z.9765 ટ્રક હરિયાણા જવાની છે તે હકીકત ના આધારે વરનામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં આવતા નેશનલ.હા.૮ ઉપર આલમગીર પાસે બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેમાં તપાસ કરતા વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. જેની કોઈ પાસ પરમિટ ન હતી.જેથી ટ્રક સાથે ત્રણ આરોપી પણ ઝડપી પાડ્યા હતા. અને બે આરોપી ને વોન્ટેડ જાહેર કર્યા હતા.જેની સામે કાયદેસર ની કાર્યવાહી કરેલ.(૧) જગદીશ સિંગડા લાલસિંગ વર્મા રહે.હરિયાણા, (૨)તલવિંદરશીંગ હર્ષપાલ ચુંબર
રહે.હરિયાણા, (૩)પરવિંદર શીંગ વાલવીર શીંગ જાટ રહે.હરિયાણા, (૪) બગલાશીંગ સમશેર શીંગ જાટ રહે.હરિયાણા, (૫)ધનાશીંગ દાદરીશીંગ જાટ રહે.હરિયાણા અને ઈંગ્લીશ દારૂ ની નાની મોટી બોટલ ૧૦.૦૬૮ જેની કિંમત ₹૩૩.૦૭.૨૦૦ તથા ૩ મોબાઈલ અને ટ્રક મળી ૪૩.૨૧.૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

હિતેશ બી પટેલ. પોર
મો.૯૭૧૨૫૪૩૧૯૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY