મધ્ય પ્રદેશ-મિઝોરમમાં આજે મતદાન

0
9

ભોપાલ,તા.૨૭
મધ્ય પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં આજે યોજાનારા મતદાન પહેલાં ઉમેદવારો હવે ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરશે અને મતદારોને રીઝવવાની કોશિશ કરશે. ચૂંટણી આચારસંહિતા અનુસાર હવે આ બંને રાજ્યમાં કોઈ સરઘસ કે રેલી કાઢી શકાશે નહીં અને કોઈ સભાનું આયોજન પણ નહીં કરી શકાય. કોઈ રાજકીય પક્ષ સોશિયલ મીડિયા એટલે કે એસએમએસ, વોટ્‌સએપ, ફેસબુક કે ટિ્‌વટરના માધ્યમથી પોતાનો કે ઉમેદવારોનો પ્રચાર કરી શકશે નહીં. હવે આજે ફક્ત ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવશે. ચૂંટણીપંચના સ્પષ્ટ આદેશ છે કે મતદાનના ૪૮ કલાક અગાઉ ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા કોઈ ડિબેટ કરવામાં ન આવે કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન ન થાય.
મધ્યપ્રદેશની તમામ ર૩૦ બેઠકો માટે ર૯૦૭ ઉમેદવારો મેદાનમાં છે. બુધવારે ૬પ હજારથી વધુ મતદાન કેન્દ્રો પર રાજ્યના પ.૩ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બીજી તરફ મિઝોરમની ૪૦ બેઠકો માટે પણ ચૂંટણીપ્રચારના પડઘમ સોમવારે સાંજે ચાર વાગ્યે શાંત થઈ ગયા હતા. રાજ્યમાં આજે થનારા મતદાનમાં ૭,૭૦,૩૯પ મતદારો મતદાન કરશે. ચૂટણીમાં કોંગ્રેસ અને રાજ્યના મુખ્ય વિપક્ષી દળ એમએનએફ દ્વારા તમામ ૪૦ બેઠક પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે. જ્યારે ભાજપે ૩૯ બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે.
મધ્ય પ્રદેશમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય સુરક્ષાદળોની ૬પ૦ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે, જેમાંથી નક્સલ પ્રભાવિત બાલાઘાટ જિલ્લામાં ૭૬, ભીંડમાં ર૪, છિંદવાડા અને મુરૈનામાં ૧૯-૧૯, સાગર અને ભોપાલમાં ૧૮-૧૮ કંપનીઓ મૂકવામાં આવી છે. મધ્ય પ્રદેશની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે અને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાયલન્સ પિરિયડ દરમિયાન ટીવી, રેડિયો ઉપરાંત તમામ પ્રકારના સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પ્રચાર નહીં કરી શકાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY