પેટ્રોલ ૪૨ અને ડીઝલ ૪૦ પૈસા સસ્તું બન્યું

0
10

દિલ્હી,તા.૨૭
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો છે. ઇન્ટરનેશન માર્કેટમાં ક્રૂડ ઓઇલ સસ્તુ થવાનો ફાયદો સ્થાનિક બજારમાં ગ્રાહકોને મળી રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલના ભાવમાં ૪૨ પૈસા અને ડીઝલના ભાવમાં ૪૦ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. કલકત્તા અને મુંબઇમાં મંગળવારે ૪૧ પૈસાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ ચેન્નઇમાં પેટ્રોલ ૪૪ પૈસા સસ્તુ થયું છે. ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ ૭૪.૦૭ રૂપિયા, કલકત્તામાં ૭૬.૦૬ રૂપિયા, મુંબઇમાં ૭૯.૬૨ રૂપિયા સ્તર પર પહોંચી ગયું.
ઇંડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલના ક્રમશઃ ૬૮.૮૯ રૂપિયા, ૭૦.૭૪ રૂપિયા, ૭૨.૧૩ રૂપિયા અને ૭૨.૭૭ રૂપિયા પ્રતિ લિટર નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગત એક મહિનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ છે. ત્રણ ઓક્ટોબર બાદ બ્રેંટ ક્રૂડમાં ૩૦ ટકાથી વધુ જ્યારે અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇંટરમીડિએટ એટલે કે ડબ્લ્યૂટીઆઇના ભાવમાં ૩૩ ટકા ઘટાડો આવ્યો છે.
બજારના જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં હાલ વધવાની સંભાવના ઓછી દેખાઇ રહી છે. એ વાતની સંભાવના છે બજારના જાણકારોએ જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવ હાલમાં ઉંચા જવાની સંભાવના ઓછી દેખાઇ રહી છે, જ્યારે આ વાતની પ્રવલ સંભાવના છે કે ૬ ડિસેમ્બરે વિયનામાં ઓર્ગેનાઇજેશન ઓફ પેટ્રોલિયમ એક્સપો‹ટગ કંટ્રીઝ એટલે કે ઓપેકની બેઠકમાં સાઉદી અરબ ઓઇલની આપૂર્તી ઘટના પર ભાર મુકશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY