આનાથી મોટો કાયર અને નબળો વડાપ્રધાન મેં કિયાય નથી જાયો : પ્રિયંકા ગાંધી

0
9

પ્રતાપ ગઢ,તા.૯
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનો પ્રચાર પુરજાશમાં ચાલી રહ્યો છે. આ પ્રચારમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ખાસ કરીને વડાપ્રધાન મોદી પર આક્રમક જાવા મળી રહી છે. ઉત્તરપ્રદેશના પ્રતાપ ગઢમાં આયોજીત રેલામાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યાં.
તેમણે કહ્યું કે, આનાથી મોટો કાયર, આનાથી નબળો વડાપ્રધાન મેં જીંદગીમાં નથી જાયો. રાજકિય શકિત મોટા પ્રચારથી નથી આવી રહી, ટીવી પર દેખાડવાથી નથી આવતી. તેમણે કહ્યું, રાજકિય શકિત તે હોય છે કે જે સ્વીકારે કે જનતા સૌથી મોટી છે. જનતાની વાત સાંભળવાની શકિત, જનતાના પ્રશ્નો ઉકેલવાની શકિત, ટીકાઓ સાંભળવાની શકિત, પરંતું આ વડાપ્રધાન તમારી વાત સાંભળવાનું તો છોડો, તમને જવાબ આપવાની નથી જાણતા.
ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી વડાપ્રધાન મોદી પર આક્રમક જોવા મળી હતી અને તેમણે વડાપ્રધાનને નોટબંધી-જીએસટી મુદ્દે ચૂંટણી લડવાનો પડકાર ફેંકિયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY