હવે કોઈ મારું સન્માન કરતુ નથી, કદાચ મૃત્યુ બાદ માન મળશે : મુલાયમસિંહ યાદવ

0
54

લખનૌ,તા.૨૬
સમાજવાદી પાર્ટીના નેતા ભગવતીસિંહના જન્મદિવસના પ્રસંગે લખનૌના ગાંધી સભાગારમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવનું દર્દ છલકાયું હતું. આ કાર્યક્રમમાં મુલાયમસિંહ યાદવે બેહદ લાગણીશીલ અંદાજમાં કહ્યું હતું કે હવે કોઈ તેમનું સમ્માન કરતું નથી.
કદાચ તેમના મૃત્યુ બાદ લોકો તેમને માન આપશે. પુત્ર અખિલેશ યાદવ દ્વારા ખુદને અધ્યક્ષ અને પિતા મુલાયમસિંહ યાદવને સમાજવાદી પાર્ટીના સંરક્ષક જાહેર કરાયા બાદથી તેમની રાજકારણમાં સક્રિયતા ઘટી ગઈ છે. મુલાયમસિંહ યાદવે કહ્યું છે કે રામમનોહર લોહિયા સાથે પણ આમ જ થયું હતું. એક એવો સમય આવ્યો હતો કે જ્યારે તેઓ પણ કહેતા હતા કે આ દેશમાં જીવતાજીવ વ્યક્તિનું સમ્માન કરાતું નથી.
મુલાયમસિંહ યાદવ પુત્ર અખિલેશ યાદવ અને ભાઈ શિવપાલસિંહ યાદવ વચ્ચેના રાજકીય અને પારિવારીક વિવાદને કારણે ખાસા વ્યથિત છે. ગત વર્ષ વિવાદ દરમિયાન તેમણે કહ્યું હતુ કે જે પુત્ર બાપનો સગો નથી. તે કોઈનો સગો નથી. તેમ છતાં તેમના આશિર્વાદ પુત્રની સાથે છે. પરંતુ તેઓ પુત્ર અખિલેશ યાદવના નિર્ણયોથી સંમત નથી.(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY