મહારાષ્ટ્રના પાલઘરમાં ૫૬ દિવસમાં ૭૦૦ ભૂકંપના હળવા આંચકા

0
4

પાલઘર,તા.૮
પાલઘર જિલ્લાના દહાણુ અને તલાસરી આ બંને તાલુકામાં છેલ્લા ત્રણ મહિનાથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ૧૨મી ડિસેમ્બરથી છઠ્ઠી ફેબ્રુઆરી સુધીમાં લગભગ ૨.૧ રિકટર સ્કેલથી ૪.૧ રિક્ટર સ્કેલ વચ્ચેની તીવ્રતાના ૩૯ ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. તે સિવાય ૬૦૦થી ૭૦૦ જેટલા નાના-મોટો આંચકાનો અનુભવ થયો હોવાની માહિતી પાલઘરના જિલ્લાધિકારીએ આપી હતી.
અહીં સતત આવતા ભૂકંપના આંચકાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભયનું વાતાવરણ છે. લોકો ભૂકંપના ડરે રાત્રીના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂવે છે. ધુંદલવાડી, દાપચરી, ચિંચલે, હળદપાડા વિસ્તારમાં ભૂકંપની તીવ્રતા વધુ છે. આ ભાગમાં આવેલો કુરઝે ડેમ અનેક ઠેકાણે ર્જીણ થઇ ગયો હોવાથી તાત્કાલિક તેનું સમારકામ કરવાનો આદેશ સંબંધિત વિભાગને આપવામાં આવ્યો હોવાનું જિલ્લાધિકારીએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY