મુંબઈ/ઈસ્લામાબાદ,તા.૩
મહાનગર મુંબઇ પર દરિયાઇ માર્ગે થયેલા ૨૬-૧૧ના આતંકવાદી હુમલાની વાત રજૂ કરતી અનુભવ સિંહાની ફિલ્મ મુલ્ક પર પાકિસ્તાને પ્રતિબંધ લાદ્યો હોવાની જાહેરાત કરી હતી.
આ ફિલ્મમાં સિનિયર અભિનેતા રિશિ કપૂર એક એવા મુસ્લિમની વાત કરે છે જે પોતાની આગવી ઓળખ ટકાવી રાખવા સતત મુશ્કેલીઓને સામનો કરે છે. ફિલ્મમાં એવો સંદેશો છે કે દરેક મુસ્લિમ આતંકવાદી હોતો નથી. આ ફિલ્મમાં તાપસી પન્નુએ રિશિ કપૂરની પુત્રવધૂ કમ ધારાશાસ્ત્રીનો રોલ કર્યો છે. લાંબા સમયના વિરામ પછી ટોચની ટીવી સ્ટાર નીના ગુપ્તા આ ફિલ્મમાં રિશિ કપૂરની પત્નીના રોલમાં રજૂ થઇ છે.
નીનાએ ગયા વરસે સોશ્યલ મિડિયા પર ધા નાખી હતી કે મને કામ આપો. મારે સ્વમાનભેર જીવવું છે. કોઇની મદદ જાઇતી નથી, કામ કરવું છે અને જાતે પેટનો ખાડો પૂરવો છે. આ સંદેશો વાંચીને અનુભવ સિંહાએ નીનાને પોતાની મુલ્ક ફિલ્મ માટે સાઇન કરી હતી.
પાકિસ્તાનને વારંવાર બોલિવૂડની ફિલ્મો સામે વાંકું પડી જાય છે. ખાસ કરીને જિહાદી આતંકવાદની વાત હોય ત્યારે પાકિસ્તાન સચ્ચાઇ સહન કરી શકતું નથી. ક્યારેક તો સાવ વાહિયાત બહાના હેઠળ ફિલ્મ પર બૅન જાહેર કરાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


