ફિલ્મ ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટરના ડાયરેક્ટરની ધરપકડ

0
83

મુંબઈ,તા.૩
બોલીવુડ એક્ટર અનુપમ ખેરના લીડ રોલમાં બની રહેલી ફિલ્મ “ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર”ના ડાયરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી છે. ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા મુંબઈમાં તેઓની ધરપકડ કરવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, વિજય ગુટ્ટે પર ૩૪ કરોડ રૂપિયાના ફેક ઇનવોઈસ કરાવવાનો આરોપ છે અને તેઓને આગામી ૧૪ ઓગષ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
વિજય ગુટ્ટે સામે સેન્ટ્રલ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ (CGST)ના સેક્શન ૧૩૨ (૧)(C) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રિપોટ્‌ર્સમાં જણાવ્યા અનુસાર, વિજય ગુટ્ટેની કંપની VRG ડિજિટલ કોર્પ પ્રાઈવેટ લિમિટેડ પર ફેક ઇનવોઈસ દ્વારા ૩૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, એનિમેશન અને મેનપાવર માટે બીજી કંપની (હોરિજોન આઉટસોર્સ સોલ્યુશન પ્રા. લિ.)પાસેથી ૩૪ કરોડ રૂપિયાના ફેક ઇનવોઇસ લીધા હતા.
આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે, તેઓની અન્ય એક કંપની પર પણ ૧૭૦ કરોડ રૂપિયાનો GST ફ્રોડનો આરોપ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફેક ઇનવોઈસ મામલે વિજય ગુટ્ટે તપાસ કરી રહેલા અધિકારીઓને સહયોગ કરી રહ્યા નથી અને હાલમાં તેઓને આગામી ૧૪ ઓગષ્ટ સુધી આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY