‘મેઈડ ઈન હેવન’ બાદ ક્લિક ‘સેક્રેડ ગેમ્સ’ સીઝન ૨માં ચમકશે

0
4

મુંબઈ,તા.૨
પોપ્યુલર થયેલી નેટફ્લિક્સની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝન આ વર્ષે રિલીઝ થશે. થ્રિલિંગથી ભરપૂર આ સીઝનમાં એક્ટ્રેસ ફ્લિક કેકલાં પણ જોવા મળી શકે છે.
ચર્ચાઓ થઈ થઈ રહી છે કે આ વર્ષે નેટફ્લિક્સ પર આવનારી કલ્કિની ‘કેન્ડીફ્લિપ’ સેક્રેડ ગેમ્સ સીઝન ૨નો પાર્ટ હશે. દર્શકોને ‘મેઈડ ઈન હેવન’ સિરીઝમાં ફ્લિકનો રોલ પસંદ પડયો હતો.
બીજી સીઝનમાં સરતાજ સિંહ (સૈફ અલી ખાન) શહેરને બચાવવા માટે ગણેશ ગાયતોંડે(નવાઝુદ્દીન સિદ્દકી) સાથે લડાઈ લડશે. ગણેશ ગાયતોંડેના ત્રીજા પિતા ‘ગુરુજી’ (પંકજ ત્રિપાઠી)નું કેરેક્ટર સીઝન ૨ ને વધારે દિલચસ્પ બનાવશે.
ફિલ્મમેકર અનુરાગ કશ્યપ ગણેશના કેરેક્ટરનો ટ્રેક આગળ વધારશે. જયારે ડિરેક્ટર નીરજ ઘાયવાન સરતાજ સિંહનું કેરેક્ટર સંભાળશે. સેક્રેડ ગેમ્સની પ્રથમ સીઝનમાં રાધિકા આપ્ટેના રોલે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY