મુંબઇ,તા.૧૯
મુકેશ અંબાણીની નેજા હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે માર્ચ ક્વાર્ટર અને સમગ્ર નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પરિણામ જાહેરાત કરાયા છે જે એકંદરે પ્રોત્સાહક રહ્યાં છે. માર્ચ ક્વાર્ટરમાં રિલાયન્સ કંપનીનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ.૧૦૩૬૨ કરોડ નોંધાયો છે. જેમાં વાર્ષિક તુલનાએ ૯.૮ ટકા અને ત્રિમાસિક તુલનાએ ૧.૧ ટકાની વૃદ્ધિ થઇ છે. આ સાથે કંપનીએ સળંગ બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૦ હજાર કરોડથી વધારે ચોખ્ખો નફો કર્યો છે. જ્યારે માર્કેટ એનાલિસ્ટોએ રૂ. ૯૭૯૬ કરોડનો ત્રિમાસિક નફો અને રૂ. ૧.૪૮ લાખ કરોડની આવકની ધારણા મૂકી હતી. આવક રૂ. ૧૫૪૧૧૦ કરોડ રહી છે. જે વાર્ષિક તુલનાએ ૧૯.૪ ટકા વધી છે જ્યારે ત્રિમાસિક સરખામણીએ ૯.૭ ટકા ઘટી છે. વેરા પૂર્વેનો નફો વાર્ષિક તુલનાએ ૪.૬ ટકા વધીને રૂ. ૧૩૮૫૮ કરોડ થયો છે.
સમગ્ર વર્ષ ૨૦૧૮-૧૯માં કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ૧૩.૧ ટકા વધીને ઇજ ૩૯,૫૮૮ કરોડ(ઇં૫.૭ અબજ) થઈ ગયો હતો. કંપનીની આવક ૪૪.૬ ટકા વધીને ઇજ ૬૨૨,૮૦૯ કરોડ(ઇં ૯૦.૧ અબજ) થઈ ગઈ હતી. રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સમાં ઊંચા રિયલાઈઝેશનને કારણે આવક વધી હતી. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના સરેરાશ ભાવમાં ૨૨ ટકાનો વધારો આ ગાળામાં થયો હતો. રિટેલ બિઝનેસ ૮૮.૭ ટકા ઉછળી ગયો હતો અને ડિજિટલ સર્વિસીઝ બિઝનેસ ૯૪.૫ ટકા વધ્યો હતો.
રિટેલ બિઝનેસમાં કંપનીએ હરણફાળ ભરી છે. તેમાં આવક માર્ચના ક્વાર્ટરમાં ૫૧.૬૦ ટકા વધીને રૂ.૩૬,૬૬૩ કરોડ થઈ હતી અને પ્રોફિટ ૭૭ ટકા ઉછળી ગયો હતો અને રૂ.૧૯૨૩ કરોડ થયો હતો. માર્ચના અંતે કંપનીનું દેવું રૂ.૨,૮૭,૫૦૫ કરોડ હતું, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.૨,૧૮,૭૬૩ કરોડ હતું. બીજી તરફ કંપની પાસે કેશ વધીને રૂ.૧,૩૩,૦૨૭ કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.૭૮,૦૬૩ કરોડ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



