ભાજપ સાથે ડીલ ન થતાં અલ્પેશે કોંગ્રેસ સાથે બંધબારણે બેઠક કરી’તીઃ રમેશ ઠાકોર

0
5

બનાસકાંઠા,તા.૧૯
એક તરફ બનાસકાંઠા ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડતાં નારાજ કાર્યકર્તાઓએ હવે ઠાકોર સેનામાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રોયલ ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યા છે.
રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાનો અલ્પેશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યો હતો. રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક રમેશ ઠાકોરે કહ્યું કે, ઠાકોર સેનાના નિર્માણ બાદ ભાજપ સાથે બેઠક થઇ હતી. અલ્પેશના નેતૃત્વમાં અમિત શાહ સાથે બેઠક થઇ હતી. ૨૦૧૭ની ચૂ્‌ંટણી પહેલાં પણ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જેમાં ભાજપે ૧૪ વિધાનસભા ટિકિટ અને ૧૦ બોર્ડ નિગમની ડીલ કરી હતી.
પરંતુ અલ્પેશ ઠાકોરે આ ડીલ થવા દીધી ન હતી. ભાજપ સાથે ડીલ ન થતા અલ્પેશે કોંગ્રેસ સાથે બેઠક કરી હતી. કોંગ્રેસ સાથે બંધ બારણે બેઠક થઇ હતી. ત્યારબાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે બંધબારણે ૮ વાર બેઠક યોજી હતી. પછી અચાનક જ કોંગ્રેસને સમર્થન આપવાની વાત કહી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY