અમેઠીમાં જીત્યા બાદ ૧૪ કિમીટર ચાલીને સ્મૃતિ ઈરાનીએ કર્યા સિદ્ધિવિનાયકના દર્શન

0
8

મુંબઇ,તા.૨૮
કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉત્તર પ્રદેશની લોકસભા બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા. આ ભવ્ય જીત બાદ સ્મૃતિ ઈરાની ૧૪ કિલોમીટર ખુલ્લા પગે ચાલીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા. આ વિશેની જાણકારી સ્મૃતિ ઈરાનીની ફ્રેન્ડ અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરે આપી છે. એકતાએ ઈન્સ્ટાગ્રામ પર સ્મૃતિ સાથે તસવીર શેર કરી છે.
સ્મૃતિ ઈરાની સાથે તસવીર પોસ્ટ કરતાં એકતાએ લખ્યું, “૧૪ કિલોમીટર સિદ્ધિવિનાયક સુધીને ચાલ્યા બાદનો ગ્લો.” એકતાએ સ્મૃતિ સાથેના ઘણા વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેક કર્યા છે. એકતાએ વીડિયોમાં જણાવ્યું કે, સ્મૃતિ ૧૪ કિલોમીટર ખુલ્લા પગે ચાલીને દર્શન કરવા પહોંચી. આ વિશે એકતાએ સ્મૃતિને બોલવાનું કહ્યુ તો તેમણે કીધું કે ભગવાને માનતા પૂરી કરી છે.
એકતાએ વીડિયોમાં જણાવ્યું કે, સ્મૃતિ ખાસ માનતા પૂરી થતાં સિદ્ધિવિનાયકના દર્શને ગયા હતા. જો કે, કઈ માનતા પૂરી થઈ છે તે વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો. ત્યારે અંદાજો લગાવી શકાય કે અમેઠીમાં જીત મેળવ્યા સ્મૃતિ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શને ગયા હશે કારણકે હાલ તો આનાથી મોટું ખુશીનું કારણ તેમની પાસે બીજું શું હોઈ શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY