આજે રાજસ્થાન-તેલંગાણામાં મતદાનઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

0
6

રાજસ્થાનમાં ૨૦૦ પૈકી ૧૯૯, તેલંગાણામાં ૧૧૯ સીટ પર મતદાન થશે
જયપુર/હૈદરાબાદ,તા.૬
રાજસ્થાનમાં ચૂંટણીપ્રચારના પડઘમ શમી ગયા છે અને વિધાનસભાની ચૂંટણી માટે સાતમી ડિસેમ્બરે મતદાન યોજાશે.
જ્યારે તેલંગાણામાં ૧૧૯ બેઠકો પર મતદાન થશે.તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ)નો સામનો કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધન સાથે થયો છે. રાજસ્થાન અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ ૧૧ ડીસેમ્બરે આવશે.
રાજ્ય વિધાનસભાની ૨૦૦માંથી ૧૯૯ બેઠક માટે ૧૮૯ મહિલા સહિત કુલ ૨૨૭૪ ઉમેદવાર સ્પર્ધામાં છે. બીએસપીના ઉમેદવાર લક્ષ્મણસિંહના અવસાનને કારણે અલ્વર જિલ્લાના રામગઢ મતદારસંઘની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.
બુધવારે સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપ્રચાર થંભી ગયો હતો. રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે સાતમી ડિસેમ્બરે સવારે ૮ઃ૦૦થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે.
મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય તે માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. રાજસ્થાનમાં ૪.૭૭ કરોડ નોંધાયેલા મતદાર છે. ભાજપશાસિત રાજ્યમાં ચૂંટણીપ્રચાર દરમિયાન ખેડૂતોની સમસ્યા, ભ્રષ્ટાચાર, યુવાનોને રોજગાર સહિતના મુદ્દા કેન્દ્રસ્થાને રહ્યા હતા. બંને પક્ષે શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું છે. કાંગ્રેસે ખેડૂતોની લાન માફ કરવાનું વચન આપ્યું છે.
ચૂંટણીપ્રચાર દરમિયાન યોજાયેલી સંખ્યાબંધ સભામાં ભાજપ અને કાંગ્રેસે એકમેક પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ અને કાંગ્રેસના વારસાગત શાસન અંગે બોલવામાં કશું જ બાકી નહોતું રાખ્યું.
ભગનાવ હનુમાનની જ્ઞાતિનો મુદ્દો ઉછાળી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિવાદ ભડકાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ બુધવારે રાજસ્થાનમાં બે ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું. આ સાથે જ રાજ્યમાં તેમની ચૂંટણીસભાનો કુલ આંક ૧૨ પર પહોંચ્યો હતો. રાહુલ ગાંધીએ નવ જાહેરસભાને સંબોધી હતી.
પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીઓમાં સૌથી પહેલા છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ ગયું છે. છત્તીસગઢમાં ૧૨ અને ૨૦ નવેમ્બરના રોજ મતદાન યોજાઈ ગયું છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં ૨૮ નવેમ્બરના રોજ મતદાન થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY