મુંબઈ,તા.૪
કમાન્ડો સિરીઝની ત્રીજી સિક્વલ ફિલ્મ ‘કમાન્ડો ૩’ હવે ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મની રિલીઝ ડેટ ૨૦ સપ્ટેમ્બર નક્કી કરાઈ હતી. વિદ્યુત જામવાલ સ્ટારર ‘કમાન્ડો ૩’ને આદિત્ય દત્તે ડિરેક્ટ કરી છે. જ્યારે ફિલ્મને ‘વિપુલ અમૃતલાલ શાહ’ પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી રહ્યું છે અને રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અદા શર્મા, ગુલશન દવૈયા અને અંગિરા ધર લીડ રોલમાં છે. ‘કમાન્ડો ૩’ ફિલ્મથી અંગિરા ધર બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. અગાઉ તે વિકી કૌશલની સાથે ‘લવ પર સ્ક્વેર ફૂટ’ ફિલ્મમાં દેખાઈ હતી જે ‘નેટફિલક્સ’ પર રિલીઝ થઇ હતી.
કમાન્ડો સિરીઝની પહેલી ફિલ્મ ‘કમાન્ડોઃ અ વન મેન આર્મી’ ૨૦૧૩માં રિલીઝ થઇ હતી. ત્યારબાદ આ એક્શન સિરીઝની બીજી ફિલ્મ ‘કમાન્ડો ૨’ ૨૦૧૭માં આવી હતી જેને દેવેન ભોજાણીએ ડિરેક્ટ કરી હતી. ‘કમાન્ડો ૨’માં અદા શર્મા પણ સ્ટારકાસ્ટમાં સામેલ હતી. ત્યારબાદ ‘કમાન્ડો ૩’માં પણ અદા શર્મા સામેલ છે. ‘કમાન્ડો ૩’ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઇ રહી છે. કમાન્ડો સિરીઝના ત્રણેય મૂવીને વિપુલ શાહે જ પ્રોડ્યૂસ કર્યા છે અને રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ જ ત્રણેય ફિલ્મની ડિસ્ટ્રીબ્યુટર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



