મુંબઈ,તા.૪
હ્રિતિક રોશન સ્ટારર ફિલ્મ ‘સુપર ૩૦’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ બાયોગ્રાફિકલ ડ્રામા છે. બિહારના ગરીબ કુટુંબમાં જન્મેલા આનંદ કુમાર કઈ રીતે ગરીબ છોકરાઓને આઈઆઈટીની સૌથી અઘરી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવા માટે મફતમાં ભણાવે છે. તે કઈ રીતે આ ૩૦ બાળકોને લઈને તેની સુપર ૩૦ ઇન્સ્ટિટ્યૂટ બનાવે છે, કિયા-કિયા પડકારોનો સામનો કરવો પડે છે તેની આ આખી સ્ટોરી છે. ફિલ્મને વિકાસ બહલે ડિરેક્ટ કરી છે.
ફિલ્મમાં હ્રિતિક ટીચર આનંદ કુમારનો રોલ પ્લે કરી રહ્યો છે. ટ્રેલરની શરૂઆતમાં જ ભારતનાં મહાન લોકોને યાદ કરવામાં આવે છે, ભારતને ગરીબ દેશ ગણવામાં આવે છે, પરંતુ મોટી મોટી કંપનીઓને મૂળ ભારતીયો જ ચલાવી રહ્યા છે. સ્ટોરી આનંદ કુમારના જીવન પર આધારિત છે. તે એક કોચિંગ ક્લાસ સાથે જોડાય તો છે, પરંતુ ભ્રષ્ટ શૈક્ષણિક સંસ્થાઓની હકીકત બહાર આવતાં તે પોતાની અલગ ઇન્સ્ટિટ્યૂટ ખોલે છે. તેમાં તે ગરીબ કુટુંબના ૩૦ વિદ્યાર્થીઓને ભણાવે છે જે ખૂબ હોંશિયાર નીકળે છે. આ બાળકોને તે મફતમાં હટકે અંદાજમાં ભણાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



